રાજકોટ
News of Friday, 7th December 2018

હિંગવાલા લેન ઘાટકોપરના આંગણે

પૂ.માણેકચંદજી મ.સા.તથા પૂ.જગદીશમુનિ મ.સા.નો પુણ્યસ્મૃતિ દિન તપ- ત્યાથ સાથે ઉજવાશે

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા.ના સુમંગલ સાનિધ્યે શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંઘ- હિંગવાલાલેન ઘાટકોપરના આંગણે જિનશાસન જયોર્તિધર તપસ્વી બાલ બ્રહ્મચારી સદ્ગુરૂદેવ પૂ.શ્રી માણેકચંદજી મ.સા.ના ૯૬માં પુણ્ય સ્મૃતિદિન તથા હિંગવાલા સંઘ પર જેમના અનંત અનંત ઉપકાર છે તેવા પરમ ઉપકારી મહામંત્ર પ્રભાવક બાલ બ્રહ્મચારી સદ્ગુરૂદેવ પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના દ્વિતીય પુણ્યસ્મૃતિદિનની તપ- ત્યાગથી તા.૨૨ના ગુરૂઋણાંજલી અર્પવામાં આવશે.

આ અવસરે સરલસ્વભાવી પૂ.લતાબાઈ મ.સ., પૂ.પ્રીતિસુધાબાઈ મ.સ., પૂ.રોશનીબાઈ મ.સ., પૂ.ભવ્યાનીબાઈ મ.સ. પધારી શાસનની શોભામાં અભિવૃધ્ધિ કરશે. હિંગવાલા સંઘ પ્રમુખ બિપીનભાઈ સંઘવીએ જણાવેલ કે પૂ.ગુરૂદેવ જગદીશમુનિ મ.સાહેબે ૨૦૦૮માં હિંગવાલામાં અંતિમ ચાતુર્માસ કરેલ ત્યારબાદ મીરારોડ સ્થિરવાસ બિરાજીત થયા. પૂ.ગુરૂદેવના હિંગવાલા સંઘ પર અને સમસ્ત જૈન સમાજ પર અનેક ઉપકાર છે. હિંગવાલા સંઘ ગુરૂદેવના હૃદયમાં વસતો હતો અને હિંગવાલા સંઘના હૃદયમાં કાયમ ગુરૂદેવ વસે છે. ગુરૂદેવે કયારેય સંઘ પાસે કંઈ માંગ્યુ નથી, સંઘને સદાય આપ્યુ છે. ગુરૂદેવ કહેતાએ યાદ છે કે ''બિપિનભાઈ સંઘ પાસે માંગે તે સાધુની કિંમત ઘટે, સાધુ તો સંઘને આપીને ભૂલી જાય.'' (૩૦.૯)

(3:40 pm IST)