રાજકોટ
News of Friday, 7th December 2018

વૃંદાવન સોસાયટી પાછળ કવાર્ટરના પાંચમા માળેથી ૧૦ વર્ષનો ટેણીયો પટકાયો

પતંગ ચગાવવા અગાશી પર ચડવા જતા પાળી પરથી હાથ છૂટી ગયો

રાજકોટ તા. ૭ : કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાછળ આવાસ યોજનાના કવાર્ટરમાં પતંગ ચગાવવા માટે અગાશી પર ચડવા છતા ૧૦ વર્ષનો બાળપ ાંચમાં માળેથી પટકાતા ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

મળતી વિગત મુજબ વૃંદાવન સોસાયટી પાછળ આવાસ યોજનાના કવાર્ટરના ચોથા માળે રહેતા સિકંદરભાઇ મકવાનો ૧૦ વર્ષનો પુત્ર તોહીત ગઇ કાલે પતંગ ચગાવવા માટે પાંચમાં માળે અગાશી પર ચડવા જતા પાળી પરથી હાથ છૂટી જતા પટકતા તેને કમ્મરના ભાગે ઇજા થઇ હતી. બાળકે દેકારો બોલાવતા કવાટરના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા. અને તોહીતને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ રમેશભાઇ ચૌહાણે તપાસ હાથ ધરી છ.ે(૬.૯)

(3:39 pm IST)