રાજકોટ
News of Friday, 7th December 2018

૧પ મણ જીરાની ચોરીમાં ૧ વર્ષથી ફરાર જત મલેક ઝડપાયો

રાજકોટ તા. ૭: બજાણા પો. સ્ટે.ના પો. સબ ઇન્સ. વી. બી. કલોતરા તથા એચ. સી. મનીષભાઇ તથા પો. કોન્સ. શામજીભાઇ, શૈલેષ, સુરેશભાઇ, અજયસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમીયાન બજાણા પો. સ્ટે. ફર્સ્ટ ગુ. ર. નં. ૯/ર૦૧૮ ઇ.પી.કો. ક. ૩૭૯, ૧૧૪ના કામનો નાસતો ફરતો આરોપી ભીમાજી અયુબખાન જત મલેક રહે. ગેડીયા વાળો માલવણ ચોકડી પાસે આવેલ છે. તેવી બાતમી આધારે પકડી પાડી પુછપરછ કમરતા પોતે તથા સહ આરોપી ફીરોજખાન-હનીફખાન ઉર્ફે કળો મુન્નો/હજરતખાન રહે બધા ગેડીયા વાળાઓએ મળી અખીયાણા રોડ ઉપરથી જીરૂ બોરી ૧પ મણ ૪પ કિ. રૂ. ૧,૧૭૦૦૦/-ની ચોરી કરેલાની કબુલાત આપેલ. મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૭.૧૮)

(3:38 pm IST)