રાજકોટ
News of Friday, 7th December 2018

આજીડેમમાં ગાર્ડન પાસે મિતેશ મારૂએ ફીનાઇલ પી લીધું

વ્યાજે લીધેલા પૈસાની ત્રણ શખ્સો ઉઘરાણી કરી ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ

રાજકોટ, તા., ૭: કોઠારીયા રોડ હુડકો પાસે આશાપુરામાં રહેતા યુવાને આજી ડેમ ગાર્ડન પાસે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.  મળતી વિગત મુજબ આશાપુરા-૧૧માં રહેતો મિતેશ હસમુખભાઇ મારૂ (ઉ.વ.ર૮)એ સવારે આજી ડેમ ગાર્ડન પાસે ફીનાઇલ પી જતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. નરેન્દ્રભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી હતી. હોસ્પીટલના બીછાને રહેલા મિતેશ મારૂએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પોતે ત્રણ વ્યકિત પાસેથી અલગ-અલગ સમયે રૂ. ૩.૪૦ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ પોતે ચુકવી દીધી હોવા છતા વધુ વ્યાજ અને પેનલ્ટી વસુલવા માટે ગાળો આપી અવારનવાર ધમકી આપતા હોઇ તેથી આ ત્રાસથી કંટાળી પોતે આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતું.

(3:34 pm IST)