રાજકોટ
News of Friday, 7th December 2018

સામા કાંઠે-ન્યુ રાજકોટ તથા જૂના રાજકોટ વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલઃ ૧ર લાખની આવક

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ નો રૂ. રપ૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વેય આજે ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, તથા સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા જવાહર રોડ, રણછોડનગર, સહકાર મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, મવડી ગામ સહિતના વિસ્તારમાં બાકી વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત કાર્યવાહી કરતા સામાકાંઠે ૪ મીલ્કત, વેસ્ટ ઝોનમાં ૪ મિલ્કત તથા સેન્ટ્રલ ઝોનમાં ૩ મિલ્કત સહિત કુલ ૧૧ મિલ્કત સીલ કરવામાં આવી હતી. તથા રૂ. ૧ર લાખની વસુલાત કરવામાં આવી હતી.

(3:26 pm IST)