રાજકોટ
News of Thursday, 6th December 2018

સીવિલ હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકીંગ કરતા મેયર

રાજકોટ ખાતેની સૌરાષ્ટ્રની સીવિલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજ સંયુકત ઉપક્રમે આજે મેયર બિનાબેન આચાર્યના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અંગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું હતું. તેઓની સાથે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, સીવિલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, સીવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ જોડાયેલ અને આખી હોસ્પિટલના કમ્પાઉન્ડ તેમજ મેડીકલ કોલેજ કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હતું તે વખતની તસ્વીર. આ તકે ક્ષતિઓ દૂર કરવા મેયર બિનાબેન આચાર્યએ સુચના આપી હતી. તેમની સાથે સીવિલ હોસ્પિટલના ડોકટરો સર્વેશ્રી ડો. જાગૃતિબેન મહેતા, ડો. મીલાબેન ભૂપતાણી, ડો. કમલભાઇ ગૌસ્વામી, ડો. કવિતાબેન દુધરેજીયા, ડો. રશ્મીબેન , ડો. નથવાણી, આરઓએમ ડો. રોય, ડો. વિઠ્ઠલાણી, ડો. કિર્તીભાઇ પટેલ, સિકયોરીટી ઓફીસર ગીરીરાજસિંહ સહિત તમામ સ્ટાફ જોડાયા હતા. ખરા અર્થમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે આ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરેલ હતું તેમજ જનાના હોસ્પિટલમાં પણ રાઉન્ડ મારી જે તે ડોકટરો નર્સિંગ સ્ટાફની કામગીરી નિહાળેલ હતી. તેમ જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે.(૮.૧૬)

(4:31 pm IST)