રાજકોટ
News of Thursday, 6th December 2018

૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર ''શ્રી સિધ્ધિ વિનાયક એકસપોર્ટસ''નો સોમવારથી શુભારંભ

રાડીયા અને ચેતા પરિવારનું નવું સાહસ

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક નજીક આવેલ ધ સ્યાયર (ઓફિસ નં.૬૧૨) ખાતે ''શ્રી સિધ્ધી વિનાયક એકસપોર્ટસ'' નામની ઓફિસનો શુભારંભ તા.૯ના સોમવારના સવારે ૯:૩૦ વાગ્યાથી થઈ રહ્યો છે.

રાડીયા અને ચેતા પરિવારના નવા સાહસરૂપી આ ઓફિસમાં મર્ચન્ટ એકસપોની મોટી કામગીરી થશે. ઉદ્યોગકારો કે જેઓ પોતાની પ્રોડકટ મેન્યુફેકચર તો કરતાં હોય પણ એકસપોર્ટ અંગેની જાણકારી ન હોય તેઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

૯ મીના સોમવારે 'શ્રી સિધ્ધી વિનાયક એકસપોર્ટ'ના સર્વેશ્રી સમીર રાડીયા, દિનેશ ચેતા, શ્રી ધેર્ય રાડીયા (મો.૭૫૬૭૫ ૬૩૮૮૮) અને શ્રી જૈમીન ચેતા (મો.૯૭૨૭૭ ૧૭૪૩૭) દ્વારા મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધી, સ્નેહીઓને આમંત્રણ આપ્યું છે.(૩૦.૧૪)

(4:42 pm IST)