News of Thursday, 6th December 2018
મવડી પ્લોટના ગીતાનગરમાં કિરણદેવીને બેટથી ફટકારાઇ
ઘુટુ બિહારી અને તેનો દિકરો રોહિત ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો
રાજકોટ તા. ૬: મવડી પ્લોટમાં પટેલ કન્યા છાત્રાલય પાછળ ગીતાનગર-૨માં રહેતી બિહારની કિરણદેવી લાલબાબુ રાવ (ઉ.૩૦)ને પડોશી ઘુટુ બિહારી અને તનેા પુત્ર રોહિતે બેટથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે.
કિરણદેવીનો પતિ કારખાનામાં કામ કરે છે. તેણીના કહેવા મુજબ પતિ બહાર હોઇ પોતે ઘરે એકલી હતી. બાજુમાં રહેતો ઘુટુ અને તેનો પુત્ર ગાળાગાળી કરતાં હોઇ તેને ઘરથી દૂર જવાનું કહેતાં ઝઘડો કરી બેટથી હુમલો કર્યો હતો. માલવીયાનગર પોલીસે ફરિયાદની તજવીજ કરી હતી.
(3:56 pm IST)