રાજકોટ
News of Thursday, 7th November 2019

તુલશી વિવાહઃ દેવ ઊઠી એકાદશી

ઈન્‍દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે જાલધરને ઉત્‍પન કર્યા પરંતુ સવળું કરતા અવળું  થયું તે દેવોને ભારે પડી ગયું જાલધર પોતાની પત્‍નિ વૃંદાની શીલ શકિતના પ્રભાવથી અમર રહયો હતો. ત્રિભોવનમાં તેમનો ત્રાસ વધી ગયો હતો. દેવતાઓ ભગવાન પાસે રક્ષા માંગવા જાય છે. ભગવાન વિષ્‍ણું દેવોની રક્ષા માટે કપટ કરે છે. ભગવાન જાણતા હતા કે જો વૃંદાનું સતીત્‍વ ભંગ થશે તો જ જાલધરનો ત્રાસ દૂર થશે આથી ભગવાન વિષ્‍ણું જાલધરનું બનાવટી રૂપ ધારણ કરી વૃંદા આગળ ઉભા રહે છે. બીજી તરફ વૃંદા પતિને આવેલા દેખી તેમને ભેટી પડે છે અને વિષ્‍ણુ તેમની સાથે રહેવા લાગે છે. આમ વૃંદાનું સતીત્‍વ ભંગ થાય છે અને જાલંધર નિર્બળ બની મૃત્‍યું પામે છે. વૃદાને સાચી સ્‍થિતીની જાણ થાય છે અને શોક કરવા લાગે છે. ભગવાનને શ્રાપ આપે છે કે તમને પણ પત્‍નિ વિયોગ થશે બીજા જન્‍મે તને મારી પટરાણી બનાવીસ પછી વિષ્‍ણુ ભગવાન શાલીગ્રામ કાળો પથ્‍થર બની ગયા અને વૃંદા વનસ્‍પતિ તુલશી એટલે ભગવાનના વેધમાં તુલસી પત્ર હોવા જોઈએ. બીજા જન્‍મે વિષ્‍ણું રામ બન્‍યા અને સતિવૃંદા સતી બન્‍યા આજના શુભ દિવસે સાંજે ભગવાન વિષ્‍ણું અને શાલીગ્રામ સાથે વનસ્‍પતી તુલશીના લગ્ન થાય છે. ભગવાનની સાક્ષી વિના કોઈપણ કાર્ય સાક્ષી થતું નથી આથી જ શુભકાર્ય થાય છે. આમ તે વૃંદા તુલ્‍ય હોવાથી ભગવાનની સાથે તુલશી વિવાહ થાય છે.

 કાળીપાટ ગામના  શાષાી બટુક મહારાજ,

સ્‍વામિ નારાયણ મંદીરના પુજારી, મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:35 pm IST)