રાજકોટ
News of Thursday, 7th November 2019

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા શનિવારે ડાયાબીટીક બાળકો-વાલીઓ માટે મોટીવેશનલ સેમીનાર

રાજકોટ, તા., ૭: રાજકોટ તથા સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છના ટાઇપ-૧ ડાયાબીટીસથી પીડાતા ૧ર૦૦ + બાળકો માટે નિઃશુલ્‍ક અને નિઃસ્‍વાર્થ કામ કરતી સંસ્‍થા જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન તથા રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશનના સહયોગથી વર્લ્‍ડ ડાયાબીટીક ડે તથા ચીલ્‍ડ્રન ડે (બાળદીન)ની પુર્વ સંધ્‍યાએ ડાયાબીટીસથી પીડાતા બાળકો તથા તેના માતા-પિતાને માનસીક પ્રેરક બળ મળી રહે તેવા હેતુથી ડાયાબીટીસ મારો મિત્ર નામે એક મોટીવેશનલ સેમીનારનું તા.૯ ના આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં ભાવનગરના સુપ્રસિધ્‍ધ (ચાઇલ્‍ડ સાઇકીયા સ્‍ટ્રીટ) બાળ મનોચિકિત્‍સક કેયુર પરમાર ઉપસ્‍થિત રહી બાળકો તથા તેના વાલીઓને ઉપયોગી માર્ગદર્શન આપશે.

તા.૯ના શનીવારે બપોરે ર વાગ્‍યાથી રાજકોટ એન્‍જી. એસો. હોલ, ભકિતનગર  જીઆઇડીસી ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે આયોજીત આ સેમીનારમાં અતિથિ વિશેષ તરીકે મેહુલભાઇ રૂપાણી (સીન્‍ડીકેટ મેમ્‍બર સૌ.યુનિ.), ડો. નિલેષ દેત્રોજા (ખ્‍યાતનામ એન્‍ડોક્રાઇન ફાર્મની હોસ્‍પી., રાજુભાઇ દોશી (રાજુ એન્‍જી. કાુ.), રાજેશભાઇ વાસાણી (અગ્રણી ઉદ્યોગપતિ), ડો.કલ્‍પીત સંઘવી (પ્રમુખશ્રી-રોટરી કલબ), કાજલબેન હરીયા (ડીરેકટર ઓફ ઇમ્‍પેટસ પોલીફીક પ્રા.લી.), મહેન્‍દ્રભાઇ રાઠોડ (લાઇફ વિડીયો), ભાવેનભાઇ ભટ્ટ (સુપ્રિટેન્‍ડેન્‍ટ પુજીત રૂપાણી મેમો.ટ્રસ્‍ટ), પરેશભાઇ વાસાણી (પ્રમુખ રાજકોટ એન્‍જી. એસો.), ડો.પંકજ પટેલ (ખ્‍યાતનામ એન્‍ડોક્રાઇન-એપેક્ષ હોસ્‍પી.), કૌશીકભાઇ વીરાણી (સેક્રેટરી સ્‍થા. જૈન મોટા સંઘ), સુજીતભાઇ ઉદાણી (અગ્રણી બીલ્‍ડર), જીજ્ઞેશભાઇ અમૃતીયા (પ્રમુખ રોટરી કલબ મીડટાઉન), દીપકભાઇ ઉનડકટ (પ્રમુખ રીયલ એસ્‍ટેટ એજન્‍ટ એશો.), ભાગ્‍યેશભાઇ વોરા (પ્રમુખ ફ્રીડમ યુવા ગ્રુપ), મીતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), ડેનીસભાઇ આડેસરા (પ્રેસીડેન્‍ટ બ્રહ્માંડ ફાઉન્‍ડેશન) ઉપસ્‍થિત રહેશે.

(4:34 pm IST)