રાજકોટ
News of Friday, 7th October 2022

કડવા પાટીદાર સમાજ દ્વારા રવિવારે શરદોત્સવઃ દુધ- પૌવાની રંગત માણશે

૨૫ હજાર પાટીદાર માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા કર્ણાવતી પાર્ટી પ્લોટમાં બેનમૂન આયોજન : હાસ્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી આશાબેન વૈશ્નવ સહીતના કલાકારો રમઝટ બોલાવશેઃ ગણતરીની મીનીટોમાં જ ૩૦ હજાર લોકોને દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થાઃ સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રકતદાન કેમ્પ

રાજકોટઃ ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા.૯ને રવિવારે ૧૮મો શરદોત્સવ યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતીક તેમજ હાસ્યરસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રકતદાન કેમ્પ યોજાશે.

કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે  રવિવારે રાત્રીના સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે રપ હજાર કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલદિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી બાનલેબના મૌલેશભાઈ ઉકાણી, નંદલાલભાઈ માંડવીયા, જીવનભાઈ ગોવાણી, વલ્લભભાઈ વડાલીયા, મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, કેતનભાઈ ધુલેશીયા, કે.બી.વાછાણી, ચંદુભાઈ સંતોકી, ધીરૃભાઈ સી. ડઢાણીયા, મોહનભાઈ કુંડારીયા, અશોકભાઈ વૈશ્નાણીના હસ્તે થશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ. લક્ષ્મણભાઈ માંડવીયા, સ્વ. મેધજીભાઈ પટેલ, સ્વ. કરમણભાઈ ગોવાણી, સ્વ. ભીખુભાઈ અમૃતીયાના સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગુ્રપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડિયા, અરવિંદભાઈ જીવાણીએ જણાવ્યુ છે કે કડવા પાટીદાર સમાજ માટે કોઈપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પરિવારો સામુહીક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવુ આયોજન કરાયુ છે. આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી આશાબેન વૈશ્નવ એન્ડ પાર્ટી તથા હાસ્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી દ્રારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસ ની રંગત જામશે. અંદાજે ૩૦૦૦૦ થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પૌવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દુધ પૌવાના દાતા તરીકે પ્રોટોકોલ એન્જીનીયર્સના હિતેષભાઈ વડાલીયા, હિમાંશુભાઈ વડાલીયા તથા વડાલીયા પરિવારનો સહયોગ પ્રોપ્ત થયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ. પનારા, જેન્તીભાઈ મારડીયા, હસમુખભાઈ કાનાણી, રસિકભાઈ વેકરીયા, સી.એન.જાવીયા, રેનીશ શોભાણા, નયન વાછાણી, નિલેશ શેખાત, જયેન્દ્ર ઝારસાણીયા, મગનભાઈ કોરડીયા, રમેશભાઈ કણસાગરા, જયેશ પેશીવાડીયા, જી.સી.પટેલ, અશ્વિનભાઈ કાંજીયા, મગનભાઈ ખીરસરીયા, જયેશભાઈ કણસાગરા,  અમુભાઈ કણસાગરા,  નટવરલાલ મકવાણા, કેતન ભુત, પ્રવિણ કગથરા, કેયુર કણસાગરા, હિમાંશુ વડાલીયા, પરેશ માણાવદરીયા, પ્રકાશ ધેટીયા, ભગવાનજી કાનાણી, દિનેશ ચાપાણી, સન્ની ખાંટ, પંકજ ફુલતરીયા, મહેન્દ્રભાઈ કાસુન્દ્રા, અશ્વિન કાલરીયા, મનસુખ ભેંસદડીયા, પંકજ સીતાપરા, નાગજીભાઈ ડઢાણીયા, યોગેશ કાલરીયા, મહાદેવભાઈ સાણંદિયા, પિયુષ કાલાવડીયા, દિલીપ કંટારીયા, કલ્પેશ અધેરા, પ્રવિણભાઈ મણવર, આકાશ બકોરી, પરીન દલસાણીયા, રાજુભાઈ મણવર, કીરીટભાઈ બુટાણી, કે.વી.પબાણી, પિયુષ સીતાપરા, ચતુરભાઈ ભીમાણી, રસીકભાઈ દલસાણીયા, વૃજલાલ નાદપરા, હસમુખભાઈ ચાંગેલા, ચંદુભાઈ ગોવાણી, ભરતભાઈ દેપાણી, ધવલ વડાલીયા, અતુલ ધીંગાણી, ચંદ્રેશ સવસાણી, હિતેશ શોભાણા, ચિરાગ દેસાઈ, પોપટભાઈ ભાલોડી, વિપુલ વડાલીયા, અ૯પેશ વડાલીયા, દિપક કાલરીયા, જીગ્નેશ વિરોજા, જીતેન્દ્રભાઈ ડઢાણીયા, જેન્તીભાઈ ગોઠી, સંજય કટારીયા, પારસ માકડીયા, નીતીન કાનાણી, જીતેન્દ્ર લાડાણી, અર્જુન બરોચીયા સાવન અધેરા તથા ઓફિસ મેનેજર જેન્તીભાઈ આલોદ્રા જહેમત ઉઠાવી રહયા છે.

(3:45 pm IST)