રાજકોટ
News of Monday, 7th October 2019

રાજકોટના દેવપરામાં લેઉવા પટેલ મહિલા ભારતીબેન સરધારાને દિયર ચમને છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી : આરોપી પોલીસના સકંજા

આરોપી માનસિક અસ્વસ્થ હોવાનું કહેવાય છે : મિલકત મકાન મામલે અરજીઓ કરતો રહેતો

રાજકોટના દેવપરામાં લેઉવા પટેલ મહિલા ભારતીબેન ઉમેશભાઈ સરધારા ઉ.45ને દિયર ચમન કડવાભાઈ સરધારાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા.

હત્યા કરનાર ચમન સરધારા ભક્તિનગર પોલીસના સકંજામાં,છે ઇન્ચાર્જ પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઇ જેબલિયા, ભાવેશભાઈ મકવાણા સહિતની ટીમે તપાસ શરૂ કરી છે

આરોપી માનસિક અસ્વસ્થ હોવાનું કહેવાય છે સતત 20 વર્ષથી પોલીસને ભાઈ ભાભી વિરુદ્ધ મિલકત મકાન મામલે અરજીઓ કરતો રહેતો હતો.

હત્યાનો ભોગ બનનારને સંતાનમાં એક પુત્રી છે, પતિ વીમા એજન્ટ તરીકે કામ કરે છે.

(7:53 pm IST)