રાજકોટ
News of Monday, 7th October 2019

કાલે રેસકોર્ષમાં આતશબાજીના અજવાળે રાવણનો ઢાળિયો થશે

વિહિપ-બજરંગદળ દ્વારા ગુજરાતનો સૌથી મોટો રાક્ષસ દહન કાર્યક્રમઃ સૌને શસ્ત્ર પૂજાની તકઃ જયંતીભાઇ ભાડેશિયા મુખ્ય વકતા

રાજકોટ તા. ૭: વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શકિતનો નાશ. વિ.હિ.પ બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં દાયકોઓથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અતર્ગત દર વર્ષે સમગ્ર ગુજરાતભરમાંથી સૌથી ઉચામાં ઉચા રાવણના પુતળા બનાવવામાં આવે છે. આ વર્ષો જુની પરંપરાને જાળવી રાખતા અને દર વખતે પોતાના જ નવા કિર્તીમાનો બનાવવાની નેમ સાથે આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના સૌથી મોટા પુતળા બનાવવામાં આવ્યા છે.  કાલે દશેરાના દિવસે મંગળવારના રોજ ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭-૦૦ કલાકે રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનુ દહન કરવામાં આવશે આ તકે અવનવા અનેક પ્રકારના અને બાળકોને  આનંદ આવે તેવા આકાશી રંગોળી, અવનવી પેટર્ન, ધુમ-ધડાકા સાથે ફટાકડાઓની ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ વર્ષે રાજકોટ મહાનગરમાં વિ.હિ.પ - બજરંગદળ દ્વારા ગુજરાતનો સૌથી ઉચો ૬૦ ફુટનો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના ૩૦-૩૦ ફુટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યૂ.પી.) થી તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા હતા.  મુખ્ય મહેમાન એવા શ્રી જયંતિભાઇ ભાડેસીયાનુ અદકેરૂ બહુમાન કરવામાં આવશે. વ્યવસાયે ડોકટર એવાશ્રી ભાડેસીયા મોરબીના નામાંકિત સર્જન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રંગે રંગાયેલા ડો. ભાડેસીયા સામાન્ય સ્વયં સેવકથી લઇને પ્રાંતના કાર્યવાહક સુધીની જવાબદારી વહન કરી ચૂકયા છે. હાલમાં તેઓ (પશ્ચીમ ક્ષેત્ર) ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા આ તમામ ક્ષેત્રના સંઘચાલકજીની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમના સ્વમુખેથી પ્રેરણાદાયી ઉદબોધન સાંભળવાનો લ્હાવો સૌને મળશે.

દર વર્ષે પુતળા દહનના કાર્યક્રમ વખતે ખાસ બનાવેલા મંડપમાં શસ્ત્ર ગોઠવવામાં આવે છે.  અને તેનું પૂજન કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જ  શૌર્ય પ્રગટ થાય અને શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ રહેલુ આગવું સ્થાન અને તેના મહત્વને સમજવાના પ્રયાસ રૂપે ઉપસ્થિત તમામ બાળકોને પણ અનેરો આનંદ મળે તે માટે ભવ્ય આતશબાજીનું  આયોજન કરવામાં આવ્યુ છે.

રાવણ દહન કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ હરીભાઈ ડોડીયા, મહાનગર અધ્યક્ષ શાંતભાઈ રૂપારેલીયા, મહાનગર કાર્યાધ્યક્ષ હસુભાઈ ચંદારાણા, ગુજરાત ક્ષેત્ર સંયોજક હરેશભાઈ ચૌહાણ, મહાનગર મંત્રી નિતેશભાઈ કથીરીયા, વિભાગ મંત્રી કૃણાલભાઈ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત, પૂર્વ જીલ્લા મંત્રી રામભાઈ સાંખલા તથા સહમંત્રી સુશીલભાઈ પાંભર, પશ્ચિમ જીલ્લા મંત્રી રાહુલભાઈ જાની તથા સહમંત્રી કલ્પેશભાઈ મહેતા, સહસંયોજક મનોજભાઈ કદમ, સુરક્ષા સંયોજક ધનરાજભાઈ રાઘાણી તથા પૂર્વ જીલ્લા સંયોજક વનરાજભાઈ ચાવડા તથા હર્ષભાઈ વ્યાસ, પિ?મ જિલ્લા સંયોજક હર્ષદભાઈ સરવૈયા, અશોકસિંહ ડોડીયા, કલ્પેશભાઈ રાવલ, દિનેશભાઈ મકવાણા, દિપકભાઈ ગમઢા, વિમલભાઈ બગડાઈ, પંકજભાઈ બકતરા, ચંદ્રસિંહ ડોડીયા, મહાવીરસિંહ જાડેજા, વિનોદભાઈ દુધીયાણી, રશ્મીતભાઈ પટેલ, અમીતભાઈ કોટક, સંદિપભાઈ આસોદરીયા, નરી વિશાલભાઈ નાંઢા, રમેશભાઈ લીંબાસીયા, વિમલભાઈ લીંબાસીયા, મનીષભાઈ મીયાત્રા, કિશોરભાઈ જગદાળ, ઉદયભાઈ ખાટરીયા, અનિલભાઈ સરવૈયા, અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિલભાઈ કમાણી, કિશનભાઈ મકવાણા, સતિષભાઈ જીંજરીયા, બિજલભાઈ વડગામા, હાર્દિકભાઈ વાઘેલા, ભાવેશભાઈ મકવાણા, હિતેશભાઈ રાઠોડ, રવિભાઈ જાંબુકીયા, હેમલભાઈ ગોહેલ, ભરતભાઈ વડેરા, સંજયભાઈ સાકરીયા, ભાર્ગવભાઈ ટીલાવત, અંકિતભાઈ વેકરીયા, પારસ શેઠ વિગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયાં છે. આ તકે તમામ હોદ્દેદારો દ્વારા આ પૂતળા દહન કાર્યક્રમમાં રાજકોટના પ્રજાજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા વિ.હિ.પ. રાજકોટ મહાનગર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

(4:01 pm IST)