રાજકોટ
News of Monday, 7th October 2019

છોગાળા તારા... છબીલા તારા... ગોપી રાસમાં નવરાત્રીનો રંગ ઘૂંટાયો

આજે કુંવરજીભાઈ, ગોવિંદભાઈ, ઈન્દ્રનિલ રાજયગુરૂ સહિતના મહાનુભાવો રાસોત્સવ નિહાળશે

રાજકોટઃ યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના મેદાનમાં સરગમ લેડીઝ કલબ દ્વારા યોજાયેલા ગોપી રાસોત્સવમાં બહેનોને રાસે રમતી જોવા માટે હકડેઠઠ્ઠ મેદની એકત્ર થઈ હતી અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી.સરગમ કલબ દ્વારા દરરોજ વિજેતા બહેનોને આકર્ષક ઇનામો આપવામાં આવે છે.

ઓરકેસ્ટ્રાની ધમાલ વચ્ચે સિંગરો નિલેશ પંડયા,સોનલબેન ગઢવી, હેમંત પંડયા વગેરેએ પ્રાચીન ગરબા રજૂ કરીને વાહવાહી મેળવી હતી.

ગઈકાલે રાસોત્સવ નિહાળવા અરવિંદભાઈ પટેલ(ફિલ્ડ માર્શલ),  ભુપતભાઈ બોદર, પીયુશભાઇ પારેખ (દુબઈ),  શૈલેશભાઈ માંકડિયા(રાધે ગ્રુપ), વિરેન્દ્રસિંહ ઝાલા, તરૂણભાઈ સાગર, રાજાભાઈ હિન્દુજા,કિરીટભાઈ આદ્રોજા, પી.ડી.અગ્રવાલ, મીતભાઈ ભટ્ટ, ડો.રાજેશભાઈ તૈલી,  શૈલેશભાઈ પટેલ,  જયેશ ભાઈ લોટીયા,શિવલાલભાઈ બારશીયા, ડી.કે.વાડોદરિયા, દીપકભાઈ સચદે, સુભાષભાઈ સામાણી, દીપકભાઈ પટેલ, મનીષભાઈ માંડેકા, યોગેશભાઈ પૂજારા, જગદીશભાઈ ડોબરિયા, રામભાઈ મોકરિયા,  જીતુભાઈ ચંદારાણા, નીતિનભાઈ ઢાંકેચા, અશ્વિનભાઈ મોલિયા, દલસુખભાઈ જાગાણી, સુરેશભાઈ નંદવાણા, પરેશભાઈ ગજેરા, જમનભાઈ પટેલ,નરેન્દ્રસિંહ ઠાકુર, મગનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ રાવલ, ગીરધરભાઈ દોન્ગા, યુસુફભાઈ જુણેજા, ઘનશ્યામભાઈ પરસાણા,ચંદુભાઈ મોલિયા, જીતુભાઈ પટેલ, મધુભાઈ પરમાર, સુનીલભાઈ શાહ, આશીષ ભાઈ મહેતા, વિજયભાઈ કારિયા, કિરણભાઈ બાટવીયા, રાજેશભાઈ પોબારૂ,છબીલભાઈ પોબારૂ, ડો.એમ.વી.વેકરીયા, વેજાભાઈ રાવલીયા, માંધાતાસિંહ જાડેજા, ડો.રેખાબેન ગોસલીયા, સુધાબેન ભાયા,કવિતાબેન ફૂકવાલ, કલ્પનાબેન  વાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજે સોમવારે આ રાસોત્સવ નિહાળવા માટે રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, યુવરાજ માંધાતાસિંહ જાડેજા ઇન્દ્રનીલ રાજગુરૂ,મૌલેશભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા , કિરીટભાઈ આદ્રોજા, ચમનભાઈ ઝવેરી, પ્રભુદાસભાઈ પારેખ, મધુભાઈ પરમાર, ચંદુભાઈ પટેલ, કમલનયન સોજીત્રા, કિશોરભાઈ ભાળાલા, કશ્યપભાઈ શુકલ, કેતનભાઈ ચોટાઈ, મહેન્દ્રભાઈ નથવાણી, પ્રતાપભાઈ સીણોજીયા, હાર્દિકભાઈ દતાણી, રમેશભાઈ લીંબાસિયા, જયંતીભાઈ સરધારા, ઈશ્વરભાઈ પટેલ , સુરેશભાઈ હિરપરા , પરેશભાઈ પારેખ, બીશુભાઈ વાળા, રામણિકભાઈ જસાણી,નટવરલાલ શાહ, સુરેશભાઈ પટેલ, મનસુખભાઇ ઝાલાવડીયા અને વિનોદભાઈ ઉદાણી સહિતના ઉપસ્થિત રહેશે. આવતીકાલે  મંગળવારના રોજ ફાઈનલ રમાડવામાં આવશે.

(4:00 pm IST)