રાજકોટ
News of Monday, 7th October 2019

કેટરીંગના ધંધાર્થીએ માલ લીધા બાદ પેમેન્ટ નહીં કરતા લેણી રકમ વસુલવા કોર્ટમાં દાવો

રાજકોટ તા ૭  :  અત્રે જય ગજાનંદ એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટર, સુધીરભાઇ જેશંકરભાઇ પંડયા, ઠે. ચોકોડેન, ૧-સંકેત કોમ્પલેક્ષ, સત્ય સાઇ હોસ્પીટલ રોડ, આત્મીય કોલેજ પાછળ, રાજકોટના સામે હિતેષ કાંતિલાલ દોમડીયા કે જે હિતેષ એન્ટરપ્રાઇઝ, પ- રજપુતપરા, રાજકોટ મુકામે કામ કરે છે. તેઓએ રાજકોટ સ્મોલ કોઝ કોર્ટમાં રૂ ૧,૩૬,૮૬૭/- વ્યાજ સમેત વસુલ મળવા દાવો દાખલ કરેલ છે.

દાવાની વિગત મુજબ વાદી હિતેષભાઇ દોમડીયા, રાજકોટમાં ,પ-રજપુતપરામાં હોલ સેલ ડ્રાયફ્રુટ અને ફુડ પ્રોડકટ વેચવાનો ધંધો કરે છે. જયારે પ્રતિવાદી ઉપરોકત સરનામે તથા ખોડીયાર કો.ઓ.હા.સો. ના પ્લોટ નં.૬૧, પંકજ ઇન્ડસ્ટ્રીઝની પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામે કેટરીંગનો ધંધો કરે છે અને ચોકોડેનના નામે ઓળખાતા ધંધામાં પણ સંકળાયેલા છે.

પ્રતિવાદીએ તા. ૦૧/૧૧/૧૭ થી તા.૧૦/૭/૧૮ ના સમય દરમ્યાન વાદી પાસેથી  ઉધાર માલ ''કાજુ'', ''મેયોનીસ'', સ્વીટ કોન'', ''પાયનેપલ સીરપ'' વિગેરે ખરીદ કરેલ, જેના રૂ ૧,૩૬,૮૬૭/- પ્રતિવાદી પાસે બાકી લેણા નીકળે છે. જે બાબતે એકથી અનેકવાર ડીમાન્ડ કરવા છતાં અને નોેટીસ આપવા છતાં પણ પ્રતિવાદીએ પેમેન્ટ ચુકવેલ ન હોય રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ છે.

 આ કામમાં વાદી હિતેષભાઇ દોમડીયા વતી વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:56 pm IST)