રાજકોટ
News of Monday, 7th October 2019

તહેવારોમાં જ શહેરમાં અંધારા : સ્ટ્રીટલાઇટોની છ હજાર ફરીયાદો

કોઠારિયા રોડ વિસ્તારમાં સૌથી વધુ ૬ર૮ ફરીયાદો નોંધાઇ

રાજકોટ, તા. ૭ : શહેરમાં નવરાત્રી અને હવે ઉજાસપર્વ દિપોત્સવી આવી રહી છે. ત્યારે જ સ્ટ્રીટલાઇટોના ધાંધીયા સર્જાતા આ મુદે જબરો દેકારો બોલી ગયો છે. ખુદ કોપોરેશનના ચોપડે સ્ટ્રીટ લાઇટોની ૬ હજારથી વધુ ફરીયાદો નોધંાઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની રોશની શાખામાં સતાવાર નોંધાયેલા આંકડાઓ મુજબ ૧થી ૩૦ સપ્ટેમ્બર એટલે કે છેલ્લા ૧ મહીનામાં સ્ટ્રીટલાઇટ બંધ હોવાની ૬૩૧૦ ફરીયાદો નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ કોઠારિયા વિસ્તારની ૬ર૮ ફરીયાદો હતી.

આ ઉપરાંત વોર્ડ નં.૧માં રરપ, વોર્ડ નં.રમાં રપપ, વોર્ડ નં.૩માં ર૯૮, વોર્ડ નં.૪માં  ૪૩૯, વોર્ડ નં.પમાં ર૭૯, વોર્ડ નં.૬માં ૪૮પ, વોર્ડ નં. ૭માં પર૯, વોર્ડ નં.૮માં ર૯૭, વોર્ડ નં.૯માં રરર, વોર્ડ નં. ૧૦માં ર૧ર, વોર્ડ નં.૧૧માં ર૮૯, વોર્ડ નં. ૧રમાં ર૩ર, વોર્ડ નં.૧૩માં ૩૯૬, વોર્ડ નં.૧૪માં ર૬૬, વોર્ડ માં. ૧પમાં પ૩૮, વોર્ડ નં. ૧૬માં ૩૧૩, વોર્ડ નં. ૧૭માં ૪૦૭, વોર્ડ નં.૧૮માં ૬ર૮ આ તમામ મળીને કુલ ૬૩૧૦ ફરીયાદ નોંધાયેલ.

આમ શહેરમાં તહેવારોમાં જ સ્ટ્રીટલાઇટો બંધ થતાં આ મુદે લોકોમાં જબરો દેકારો બોલી ગયો હતો.

(3:55 pm IST)