રાજકોટ
News of Monday, 7th October 2019

બાલિકાઓ સાક્ષાત નવદુર્ગા સ્વરૂપઃ અંજલીબેન રૂપાણી સહીત ભાજપનાં પદાધિકારીઓએ આંગણવાડીમાં બાલિકા પૂજન કર્યુ

રાજકોટઃ દરેક સમાજની દિકરીઓનું સંતુલિત ભોજન, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પુરી પાડે દિકરા અને દિકરીના ઉછેરમાં ભેદભાવ ન રાખે તથા સ્ત્રી પ્રત્યે હિંસા અને ખરાબ વ્યવહાર અને જાતિય શોષણ જેવી અપમાનજનક દ્યટના ન બને તે માટે બાળપણથી જ બાળકોમાં તથા સમાજમાં સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તે જરૂરી છે જેના ભાગરૂપે ગુજરાતસરકારશ્રી તથા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણાવાડીમાં આવતી બાલિકાઓનું પુજન કરવા 'નવદુર્ગા બાલીકા પુજન'નું આયોજન આજે તા.૭ના રોજ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારીશ્રી અંજલીબેન રૂપાણી તથા શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા છોટુનગર ૧,૨, અને ૩ના આંગણવાડી કેંદ્ર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય દ્વારા વોર્ડ નં.૦૧ શાળા નં-૯૫ અક્ષરનગર કેંદ્ર તથા લાખના બંગલા પાસે તથા અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા વોર્ડ નં.૦૧૫માં ગંજીવાડા, પી.ટી.સી. રોડ, શેરી નં.૦૬ તથા વોર્ડ નં.૧૧ વેલદીપ આંગણવાડી, મવડી ચોકડી, જીથરીયા હનુમાનવાળી શેરી ખાતે તેમજ પુર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા પોલિસ હેડ કવાર્ટર આંગણવાડી કેંદ્ર ખાતે બાલિકાઓનું નવદુર્ગા પુજન કરેલ છે તથા રાજકોટ શહેરના તમામ વોર્ડના આંગણવાડી કેંદ્રો ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આઇ.સી.ડી.એસ. અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા પણ આંગણવાડીની બાલિકાઓનું પુજન કરેલ છે. તે વખતની તસ્વીરો. ઉકત કાર્યક્ર્મમાં રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારીશ્રી અંજલીબેન રૂપાણી મેયરશ્રી બીનાબેન આચાર્ય અને શિશુકલ્યાણ ચેરમેનશ્રી રૂપાબેન શીલુના હસ્તે બાલિકાઓને શણગારકીટ, ચાંદીના સિક્કા તથા સુખડીનો પ્રસાદ આપવામાં આવેલ છે આ કાર્યક્ર્મનું  સંપુર્ણ સંચાલન અને મોનેટરીંગ રાજકોટ અર્બન આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફીસર હીરાબેન વી. રાજશાખા દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્ર્મની સફળતા માટે તેમજ તમામ સી.ડી.પી.ઓ.અને તમામ મુખ્ય સેવીકા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(3:53 pm IST)