રાજકોટ
News of Monday, 7th October 2019

મવડી પોલીસ હેડકવાર્ટરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલતા કોંગી કોર્પોરેટરોઃ કામગીરીનો પ્રારંભ

રાજકોટ : વોર્ડ નં. ૧૧ માં મવડી પોલીસ હેડ કવાર્ટસ ખાતે ઘણા લાંબા સમય થયા ભુર્ગભ ગટર સમસ્યા હતી. આથી આ વિસ્તારનાં કોંગી કોર્પોરેટરો ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન, વસંતબેન માલવી દ્વારા જનભાગીદારી યોજના હેઠળ આજરોજ ભુગર્ભ ગટરનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર., કુલ ર૮,પ૧,પ૦૦ નું કામ મંજૂર કરવામાં આવ્યું હતું.  અને ૯.૧૯ ટકા નીચા ભાવથી કુલ રપ,૮૯,૪પ૦ માં કોન્ટ્રાકટર મંજૂર થતાં ભાગીદારીનાં ર૦ ટકા લેખે ૬,રપ,૮પપ-૦૦ લોકોએ આપેલ. આ પ્રસંગે વોર્ડ પ્રમુખશ્રી કેતનભાઇ તાળા, મયુરભાઇ માલવી, રાજદિપસિંહ પરમાર, (પીએસઆઇ) દિપકભાઇ, વાલજીભાઇ, રાકેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા,  હરદેવસિંહ જાડેજા, ભાગ્યશ્રીબેન જાડેજા, શોભનાબેન, મિતાલીબેન, વર્ષાબા રાયજાદા વિગેરે હાજર રહ્યા હતાં.

(3:52 pm IST)