રાજકોટ
News of Monday, 7th October 2019

રાજકોટ ચેમ્બર GST બારના ઉપક્રમે સેમીનાર વેરા સમાધાન અંગે મહત્વનું માર્ગદર્શન અપાયું

રાજકોટ તા. ૭ : રાજકોટ ચેમ્બર ઓફ એન્ડ ઇન્ડસ્ટ્રી અને રાજકોટ જીએસટી બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે ''વેરા સમાધાન યોજના-ર૦૧૯'' અંગે જાણકારી-માર્ગદર્શન અંગે યોજવામાં આવેલ સેમિનારમાં વેચાણ વેરા, વેટ, કેન્દ્રીય વેચાણવેરો, મોટર સ્પીરીટ ટેક્ષ, એન્ટ્રીટેક્ષ વગેરે કાયદા હેઠળ વેપારીઓએ કોઇ રકમ ભરવાની બાકી હોય તો તેના માટે વ્યાજ અને દંડ માફીની તથા ભરેલ વેરાની આનુશંગીક માંડવાળ અંગે જાણકારી આપવામાં આવેલ.

સેમિનારના પ્રારંભમાં રાજકોટ જીએસટી બાર એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઇ પુજારાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી SGST ના સ્પેશ્યલ કમિશ્નરશ્રી સમીર વકીલ, એડીશનલ કમિશ્નર શ્રી એચ. જે. પ્રજાપતિ, જોઇન્ટ કમિશ્નરશ્રી ડી.વી.ત્રિવેદી, જોઇન્ટ કમિશ્નરશ્રી ઇ.એસ.શેખ, જોઇન્ટ કમિશ્નરશ્રી વી.એન.ગુર્જર તથા ડેપ્યુટી કમિશ્નરશ્રી ડી.એન.ગોયાણીને સેમિનારમાં આવકારેલ. વેરા યોજનાની કાર્યપધ્ધતિની સરળ રીતે જાણકારી આપવામાં આવશે તો સૌ માટે ઉપયોગી બની રહેશે તેમ જણાવેલ.

બાદ SGST સ્પેશિયલ કમિશ્નરશ્રી સમીર વકીલ, એડીશ્નલશ્રી એચ.જે.પ્રજાપિત, જોઇન્ટ કમિશ્નરશ્રી ડી.વી.ત્રિવેદી તથા ડેપ્યુટી કમિશ્નર શ્રી ડી.એન. ગોયાણીએ વેરા સાધાન યોજના કર ભરનાર વર્ગ અને વહીવટી તંત્ર માટેે ખૂબ સરળ યોજના છેતેમ જણાવી વેરા સમાધાન યોજનાની જોગવાઇઓ -અરજી કરવાની સમયગાળો તા.૧પ/૯/ર૦૧૯ થી ૧પ/૧૧/ર૦૧૯ નો છે તેમા ફકત વેરાની રકમ ભરવાથી વ્યાજ અને દંડમાંથી માફી, તા.૩૦/૬/ર૦૧૭ સુધીની આકારણી બાકી હોય તો પણ સ્વેચ્છીક ભરણુ ભરી આ યોજનાનો લાભ મેળવી શકાશે, બાકી રકમ પૈકી ૧૦% ભરીને બાકીની રકમ ૧૧ મસિક હપ્તામાં ભરવાની સવલત, બાકી લેણા પેટે અગાઉ આંશિક રકમનું ચુકવણું કર્યુ હશે તો, આ યોજના પ્રમાણે ભરવાની થતી વેરાની રકમના પ૦% ની મર્યાદામાં અગાઉ ભરેલ રકમ ટેમીશન/મજરે આપવા, વગેરે વેરા સમાધાન યોજનાની જોગવાઇઓ અંગે વિગતવાર જાણકારી આપી આ યોજનાનો વધારેમાં વધારે લાભ લેવા જણાવેલ.

(3:51 pm IST)