રાજકોટ
News of Monday, 7th October 2019

રીઢો ગુનેગાર હવે આ રવાડે!.. રાજુ ઉર્ફે ડીમ્પલ દેશી દારૂ સાથે પકડાયો

નાના મવા રોડ પર પાનની કેબીનમાં દારૂ વેચતો'તોઃ અગાઉ હથિયાર, હત્યાની કોશીષ, મારામારી સહિતના ગુન્હામાં સંડોવણી

રાજકોટ, તા.૭: શહેરમા હથિયાર, હત્યાની કોશિષ તથા મારામારી સહિતના  ગુન્હામાં સામેલ શખ્સે હવે દેશી દારૂ વેચવાનું શરૂ કરતા તાલુકા પોલીસે તેને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર તથા અરજણભાઇ, વી.એમ.જાડેજા, રાજવીરસિંહ અને ચંદ્રરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નાના મવા રોડ પર એક પાનની કેબીનમાં શંકાના આધારે તલાશી લેતા તેમાંથી રૂ.૧૦૦નો પ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણ મુરારિ યાદવ (ઉ.વ.૩૮) (રહે.વામ્બે આવાસ યોજના કવાટર નં.૧૫/૫૩ નાના મવા રોડને પકડી લઇ કાર્યવાહી કરી હતી. રાજુ ઉર્ફે ડીમ્પલ અગાઉ હથિયાર, હત્યાની કોશિષ તથા મારામારીનાં ગુન્હામાં સંડોવાયેલ છે. તે બે માસ પહેલા જ પાસામાંથી છૂટયો હતો.

(3:49 pm IST)