રાજકોટ
News of Monday, 7th October 2019

વર્ધમાનનગરમાં અખબાર વિતરણ કરતી વખતે હાર્ટએટેક આવતા વિપુલભાઇ મહેતાનું મોત

રાજકોટ, તા.૭: પેલેસ રોડ પર વર્ધમાનનગરમાં અખબાર વિતરણ કરતી વખતે હાર્ટએટેક આવતા લોહાણા અખબાર વિતરણનું મોત નીપજયું હતું.

મળતી વિગત મુજબ રઘુવીરપરામાં લાબેલા ગાંઠીયાની દુકાનની સામે રહેતા અખબાર વીતરક વિપુલભાઇ હર્ષદભાઇ મહેતા (ઉ.વ.૪૮) વહેલી સવારે પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગર શેરી નં.૭માં આવેલા એપાર્ટમેન્ટમાં અખબારનું વીતરણ કરતા હતા ત્યારે તે અચાનક બેભાન થઇ જતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને તેને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. મૃતક વિપુલભાઇ અપરણિત હતા તે તેના વૃધ્ધ માતા સાથે રહેતા હતા તેને ડાયાબીટીસની બીમારી હોવાના લીધે ૧પ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસે મથકના હેડ કોન્સ રાજેશભાઇ સોલંકીએ કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)