રાજકોટ
News of Monday, 7th October 2019

એ.સી.પી.ડેન્ટલ કેરનું અંજલીબેન રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન

ડો.આશીષ તથા ડો.ચાર્મી છજલાણીના અદ્યતન ડેન્ટલ કલીનીક

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ, એચ.ડો.એફ.સી. બેન્કની બાજુમાં આધુનીક સાધનોથી સજજ ''એ.સી.પી.ડેન્ટલ કેર'' નું ઉદ્ઘાટન રાજકોટ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. નવા ડેન્ટલ કેરના ઉદ્દઘાટન પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના ડો.આશીષ છજલાણી, ડો.ચાર્મી આશીષ છજલાણી તથા સ્કોચ વિડીયો અને ગ્રીન ફીલ્ડ ટ્રસ્ટ વાળા વિજયભાઈ પાડલીયા (મો.૯૪૨૬૯ ૧૫૪૮૮)એ આર્શીવાદ મેળવ્યા હતા.

આ શુભ પ્રસંગે રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય, ગોવીદભાઈ પટેલ, અરવિંદભાઈ રેયાણી, લાખાભાઈ સાગઠીયા,  મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુની. ફાયનાન્સ બોડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ઉમીયા માતાજી મંદિર સીદસર ના ચેરમેન બાનલેબવાળા શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી અભયભાઈ ભારદ્વાજ (સદસ્ય શ્રી ભારતીય કાયદાપંચ), મહેન્દ્રભાઈ ફળદુ, અરવિંદભાઈ કણસાગરા (પ્રમુખ શ્રી પટેલ સેવા સમાજ, રાજકોટ), ગાયત્રીબા વાધેલા, અશ્વીનભાઈ ભોરણીયા, શીલ્પાબેન જાવીયા, પરેશભાઈ હુંબલ, રજનીભાઈ ગોલ, માધવભાઈ દવે, પ્રવિણભાઈ મારૂ, મનીષભાઈ ચાંગેલા, જગદીશભાઈ પટેલ ખાસ ઉપસ્થીત રહયા હતા.

આ તકે એ.સી.પી. ડેન્ટલ કેર ના ડો. આશીષ છજલાણી (જૈન) તથા ડો. ચાર્મી આશીષ છજલાણી (પાડલિયા) એ જણાવ્યુ હતુ કે વિદેશમાં સર્જરી કરતા ત્યારે એક જ વિચાર આવતો કે આ સીસ્ટમથી અને આજ ટેકનોલોજી થી ભારતમાં જઈ કલીનીક શરૂ કરવુ અને એકદમ સારી કવોલીટીની અને વ્યાજબી ચાર્જ થી સેવા કરવી છે. આજે આ અમારૂ સ્વપ્ન સાકાર થયુ છે. વધુમાં તેમણે જણાવેલ કે અમો એ. સી. પી. ડેન્ટલ કેર ના બેનર તળે અલગ અલગ વિસ્તારોમાં જઈ દાંતના રોગોના નીવારણ માટે નીઃશુલ્ક કેમ્પ પણ કરશું અને વધારે માં વધારે લોકોને મદદરૂપ થઈશું. એ.સી.પી. ડેન્ટલ કેરમાં દુખાવા રહીત દાંત તથા પેઠાનાં રોગોનું નીદાન, ડીઝીટલ એકસ-રે, ઈન્ટ્રા ઓરલ કેમેરા દ્વારા કોમ્પ્યુટર સ્કીન પર જાણકારી, દુરબીન દ્વારા દાતની સારવાર, ઓરલ ઈમ્પ્લાન્ટ ડેન્ટલ ટ્રીટમેન્ટ, ગોલ્ડ ફીલીંગ, સફેદ કલરનું પડ દાંત પર લગાવી દાંતને સફેદ કરવાની સારવાર, વાંકાચુકા દાંતની સારવાર, વ્યસનના લીધે બંધ થયેલા મોઢાને ખોલવાની સારવાર, પાયોરીયાની સારવાર, તથા દાંત અને પેઢાની લગતી દરેક પ્રકારની સારવાર આધુનીક સાધનો દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે પધારેલા મહેમાનો નો શ્રી વિજયભાઈ પાડલિયા (સ્કોચ વિડિયો - ગ્રીન ફીલ્ડ ટ્રસ્ટ) તથા સુરેશકુમાર છજલાણી જૈન (એડવોકેટ, પ્રમુખ - બાર કાઉન્સીલ મહીદપુર, ઉજજૈન) દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

(3:43 pm IST)