રાજકોટ
News of Monday, 7th October 2019

કાલે ક્ષત્રિય ગીરાસદાર રાજપૂત સમાજના બહેનો કરશે શસ્ત્રપૂજન : ગાંધીગ્રામમાં સામૈયુ નીકળશે

રાજકોટ, તા. ૭ : રાજપૂત સમાજમાં રાજકોટ ખાતે પ્રથમવાર દશેરાના શુભદિવસે આવતીકાલે તા.૮ને મંગળવારના રોજ આશાપુરા મંદિર (આશાપુરા રોડ ગાંધીગ્રામ) ખાતે ફકત ક્ષત્રિય ગિરાસદાર રાજપૂત સમાજના બહેનો દ્વારા આયોજીત શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ શસ્ત્રપૂજનના શુભ પ્રસંગે ફકત ગાંધીગ્રામ તથા તેના આજુબાજુના વિસ્તાર શિતલ પાર્ક, બજરંગવાડીની આસપાસના સર્વે રાજપૂત મહિલા બહેનો - દિકરીબાઓને ઉષાબા આર. જાડેજા (માખાવડ) તરફથી આમંત્રણ અપાયુ છે.

આવતીકાલે દશેરાના દિવસે બપોરે ૩:૩૦ કલાકે વેલનાથ ચોક ગાંધીગ્રામ ખાતેથી સર્વે બહેનો તલવાર સાથે ઢોલ સાથે સામૈયુ નીકળશે. રાજપૂત પરંપરાગત પોષાકમાં આશાપુરા મંદિર ખાતે પહોંચશે ત્યાં દરેક રાજપૂત બહેનો એકી સાથે શસ્ત્રપૂજનના કાર્યમાં જોડાશે રાજપૂત સમાજમાં પ્રથમવાર મહિલાઓ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ થનાર હોય સમગ્ર રાજપૂત સમાજમાં આ શસ્ત્રપૂજનમાં ભાગ લેવા તથા જોવા માટે સારો પ્રતિસાદ સાંપડી રહેલ છે. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ બહેનો જોડાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક ઉષાબા આર. જાડેજા (માખાવડ) (મો.૯૮૨૪૨ ૨૧૭૧૧), હિનાબા જાડેજા (ખિરસરા રણમલ), દક્ષાબા આર. જાડેજા (માખાવડ), જયશ્રીબા જાડેજા (રીબ), ગાયત્રીબા રાયજાદા (મોટી ઘંસારી), રાજલબા ગોહિલ ભાવનગર), મીનાબા ડી.જાડેજા (ખીરસરારણમલ), વૈશાલીબા જાડેજા (કચ્છ), ઉર્વશીબા ડી. જાડેજા (ખીલોસ), કૈલાશબા ઝાલા (લજાઈ), દર્શનાબા ઝાલા (લજાઈ) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)