રાજકોટ
News of Monday, 7th October 2019

રાજકોટ-જસદણ-મોરબીમાં ર૬ વેપારીઓ ઉપર વેટના દરોડા ૧ કરોડની વેરા શાખ સીઝઃ પ સ્થળે હજુ તપાસ ચાલુ...

ફેરસ-નોન ફેરસ-મેટલ-ભંગાર-સિરામિક-એગ્રોના રાજકોટમાં ર૩ વેપારીઓ ઝપટે : ડિવીઝન-૧૦ના જોઇન્ટ કમિશ્નર ત્રીવેદીનો સપાટોઃ બે વેપારી પેઢી બોગસ નીકળીઃ ૧૯ સામે હવે કાર્યવાહી કરાશે

રાજકોટ તા. ૭: રાજકોટ વેટ તંત્રે શનિવારે બપોર બાદ રાજકોટ-જસદણ-મોરબીના ર૬ વેપારીઓ ઉપર દરોડા પાડી સપાટો બોલાવી દીધો હતો.

ડિવીઝન-૧૦ના જોઇન્ટ કમીશ્નર શ્રી ત્રીવેદીની સુચના અને માર્ગદર્શન હેઠળ અધીકારીઓ ઉપરોકત શહેરના ર૬ જેટલા વેપારીઓ ઉપર ત્રાટકયા હતા, જેમાં રાજકોટના-ર૩, જસદણ-૧, અને મોરબીના-ર વેપારીઓ ઉપર ધોંસ બોલાવાઇ હતી.

માલ અને સેવા ૩ર અધિનિયમની કલમ-૭૧ હેઠળ વેપારીઓ દ્વારા મેળવેલ ખોટી વેરાશાખની બાતમી બાદ દરોડાનો દોર શરૂ કરાયો હતો.

વેપારીઓ-પેઢીઓમાં ફેરસ, નોન ફેરસ, મેટલ, ભંગાર-મશીનરી પાર્ટસ-સિરામીક-એગ્રો પ્રોડકટસનો સમાવેશ થાય છે.

આ દરોડા દરમિયાન પ કેસોમાં રૂ. ૧ કરોડ ૭ લાખની વેરા શાખ, ખોટી હોવાનું જણાતા બ્લોક કરી દેવાઇ છે. ર કેસોમાં તો વેપારીઓની પેઢી જ બોગસ હોવાનું બહાર આવ્યું છે, જયારે પ કેસમાં હજુ દરોડાની કાર્યવાહી ચાલુ રખાઇ છે.

અન્ય વેપારીઓને ત્યાંથી કોમ્પ્યુટર ફલોપી, હિસાબી સાહિત્ય-ચોપડા કબજે લેવાયા છ઼ે, આ તમામ ૧૪ વેપારીઓ સામે ખોટી વેરાશાખ સંબંધે આગળની કાર્યવાહી હવે થનાર હોવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(3:34 pm IST)