રાજકોટ
News of Monday, 7th October 2019

સહિયરમાં સૂર - સંગીત સંગ ખેલતા ખેલૈયાઓ.... જમાવટ

૧૦માં દિવસે દશેરાએ પણ સહિયર ચાલુ રહેશે : સીઝન પાસ તથા ડેઈલી પાસ પર મળશે સૌને પ્રવેશ... સુરેન્દ્રસિંહ વાળાની જાહેરાત

રાજકોટ : સહિયર કલબ આયોજીત 'સહિયર રાસોત્સવ'માં રાસની અદ્દભુત રંગત શનિ તથા રવિવાર મળી... હૈયે હૈયું દળાય તેવી મેદનીથી રંગ જામ્યો સહિયરમાં શહેરના મહાનુભાવોએ સહિયરને શુભકામના આપી હોય જેમાં સહિયરના પ્રેસીડેન્ટશ્રી સુરેન્દ્રસિંહ વાળાને અભિનંદન આપવા રાજકોટના શ્રી મયુરરાજા (માંધાતાસિંહ જાડેજા), યુવરાજશ્રી રામ રાજા (પરિવાર), ધનસુખભાઇ ભંડેરી, તથા કૈલાસબેન ભંડેરી, શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા પરિવાર, ડીસીબી પી.આઇ.શ્રી હિતેષદાન ગઢવી, પ્રદ્યુમનનગર પી.આઇ. કાતરીયા, પી.એસ.આઈ.શ્રી હીમોરા, પી.એસ.આઈ. એમ.એમ.રાણા; પી.એસ.આઈ. સીસોદીયા, શહેર ભા.જ.પ. મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ક્ષત્રીય અગ્રણીશ્રી પી.ટી.જાડેજા, જીએડી સેકશન ઓફીસર હિનાબા જાડેજા (ગાંધીનગર) તથા રીબડાથી ઉપસ્થિતશ્રી રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, કોર્પોરેટર અજયભાઇ પરમાર તથા ભા.જ.પ. અગ્રણી દેવાંગભાઈ માંકડએ સહિયર પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.

બંને દિવસ તેજસ શિશાંગીયા તથા 'જીલ એન્ટરટેનમેન્ટ' મ્યુઝીક ગૃપ સાથે સુપ્રસિદ્ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્યાર તથા ચાર્મી રાઠોડના કંઠે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતાં, રીધમ કિંગ ખોડીદાસ વાઘેલાના વોટરડ્રમ તથા ફાયર ડ્રમની રંગત સૌએ તાલીઓથી વધાવી હતી, મેલોડી રોકશન પર દીપક વાઢેલ, રવિભાઇ તથા સાગર માંડલીયાનો સાથ મળ્યો હતો. પેરેમાઉન્ટ સાઉન્ડના ઓનર તથા સહિયરના ઓર્ગેનાઇઝર સુનિલ પટેલ મીકસથેક, હાજર સાથે સહિયરને ડોલાવી રહયા છે.

સહિયરમાં બંને દિવસના વિજેતા : પ્રિન્સ તરીકે : ભાર્ગવ મહેતા, રાહુલ ચુડાસમા, ધવલ ચતવાણી, અમન પટેલ,  પ્રિન્સેસ તરીકે શ્વેતા બુદ્ધદેવ, ભાવીકા મકવાણા, જાનવી મારવીયા, મીતલ ચારેસા, પ્રિન્સ અજય પરમાર, વિશાલ ગોહેલ, સુનિલ ઠાકોર, કરણ આપનાથી, તનીષ સોલંકી, જગદીશ સોલંકી, ધાર્મિક ચુડાસમા, વૈદિક શીશાંગીયા, જેનીલ શાહ, અનંત સોની, હર્ષ ભરત, પ્રિન્સેસમાં વૈશાલી ચૌહાણ, વિશાખા નડીયાપરા, અલ્પા મકવાણા, અનીતાબા ઝાલા, જુનિયર પ્રિન્સેસ અવની ભૂત, રાજવી ખારેચા, અમી સોની, ધાર્મી માણાવદરીયા, માહી સરવૈયા, રચના જોષી, ક્રિષ્ના વાઢેર જાહેર થયા હતા.

વિજેતાઓને સહિયરના મહેમાન કિશોરભાઇ રાઠોડ, નિર્ણાયકો અભિષેક શુકલા, હેતલબેન, આનંદ શુકલા, ઋચાબેન, જય ગણાત્રા, હનીબેન, કુશલ બુંદેલા, રાજેષ ડાંગર, પલક દાવડા, આશાબા તથા જયપાલસિંહ ગોહિલ, રમાબેન હેરમા, રેશમાબેન સોલંકી, પ્રકાશભાઇ કણસાગરા, હરેશભાઇ પરમાર, હિતેષભાઇ પટેલ (આરતી મંડપ), જય શુકલા, વિરમદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, કનકસિંહ ગોહીલ, મયુરસિંહ ઝાલા, ક્રિષ્નાભાઇ સોની, જોલીભાઇ ગોહીલ, લકકીરાજસિંહ ગોહીલ, રવિરાજસિંહ, તેજપાલસિંહ, હરપાલસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ગોહીલ, દર્શનસિંહ સરવૈયા, કરશનભાઇ બારેવડીયા, શ્વેતાંગભાઇ સોઢા, નિશાબેન (નોટી ગાઇઝ), જય પારેખ, નીરાલીબેન, રાજેષભાઇ ધામેચા, ધોર્ય પારેખ, મનીષભાઇ પારેખ તથા દિવ્યાબેનના હસ્તે એનાયત થયા, બેસ્ટગૃપનું પ્રાઇડ બંસીગુપ (કલ્પેશ ડોડીયા, ધવલ ડોડીયા), ઓમ ગ્રુપ (ભાર્ગવ મહેતા)ને ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા તથા ક્રિષ્નપાલસિંહ વાળાના હસ્તે અપાયું બેસ્ટગ્રુપ કાઠીયાવાડી ગ્રુપને રાજકોટના રાજા માધાંતાસિંહ જાડેજા તથા સહિયરના રાજા સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે અપાયું. આ તકે.... દશેરાએ સહિયર ચાલુ રાખવાની જાહેરાત થતા ખેલૈયાઓએ લાગણીને તાલીઓથી વધાવી હતી.

(3:30 pm IST)