રાજકોટ
News of Monday, 7th October 2019

શ્રી જય અંબે ગરબી મંડળ, બાપા સીતારામ ચોક, મવડી

 રાજકોટ : શહેરની ભાગોળે મવડી ગામ મેઈન રોડ ખાતે આવેલ બાપા સીતારામ ચોકમાં શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળ દ્વારા ૧૪માં વર્ષમાં પણ ભકિતભાવથી જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. શ્રી જય અંબે ગરબી મંડળમાં સર્વે જ્ઞાતિની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળનું સંપૂર્ણ સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે. ગરબે ઘૂમતી બાળાઓને દરરોજ પ્રસાદી અને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. શ્રી જય અંબે ગરબી મંડળના યાદગાર આયોજનને સફળ બનાવવા ચંદ્રિકાબેન, શોભનાબેન, તૃપ્તિબેન, મનીષાબેન, જેનીશાબેન, નીકીતાબેન, વર્ષાબેન, નીલાબેન, ગીતાબેન, અનિલાબેન, શોભનાબેન સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘૂમતી શ્રી જય અંબે ગરબી મંડળની બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:07 pm IST)