રાજકોટ
News of Monday, 7th October 2019

જુગાર રેડની સાડા આઠ લાખની રકમની ઉચાપત કરવા અંગે પકડાયેલ વિંછીયાના પોલીસમેનની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

જુગાર રેડમાં ૮ લાખ ૯૭ હજાર કબ્જે કર્યા બાદ રેકર્ડ ઉપર માત્ર ૪૮ હજાર બતાવી બાકીની રકમ પોલીસમેનો અંદરોઅંદર ચાંઉ કરી ગયા હતાઃ ગુનાને હળવાશથી લઈ શકાય નહિઃ કોર્ટ

રાજકોટ તા.૭:વાડીમા જુગાર રમતા ૫-ઇસમોની માહિતી મળતા વિછીયા પોલીસે કરેલ રેડમા રૂ.૮,૯૭,૦૦૦/-ની મતા કબ્જે કર્યા બાદ આરોપીઓને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી જુગારની રકમ રૂ.૪૮,૦૦૦/- બતાવી બાકીની રકમ પોલીસ સ્ટેશનના પાચ પોલીસમેનોએ અદરઅદર વહેચી લીધાની જાણ થતા જુગારીએ પોતે ફરીયાદી બની વિછીયા પોલીસ સ્ટેશનમા આ ઉચાપતની ફરીયાદ નોધાવેલ જે અગે તપાસનિશ અમલદારે તપાસ કરતા પાચે પોલીસમેનોએ રૂ.૮,૫૦,૦૦૦/- રૂપિયાની રકમ અંદરો અંદરવહેચી અદાલતમાં ખોટી રકમ જમા કરાવ્યાનુ ફલીત થયેલ. આથી આ પાચેય પોલીસમેનોની ધરપકડ થયેલ જે માહેથી પોલીસમેન જીલુભાઇ તળશીભાઇ હાડાએ સેશન્સ કોર્ટમા જામીન અરજી કરતા અધિક સેશન્સ જજ શ્રી પી.કે.સતીષકુમાર પોલીસમેનની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, વિછીયા ગામમા મોટર સાઇકલ પર જતા ફરીયાદી પાસે મોટી રકમ હોવાથી તેઓએ પોતાના મિત્રોને બોલાવી ગામથી દુર વાડીમા જુગાર રમવાનુ શરૂ કરેલ. આ અંગેની માહિતી આરોી પોલીસમેનને મળતા તેમણે જુગારના સ્થળે રેડ કરેલ જે દરમ્યાન રૂ.૮,૯૭,૦૦૦ પાચેય મિત્રો પાસેથી જુગારની મતા તરીકે કબ્જે થયેલ.

આ અંગે આરોપી પોલીસમેને બીજા ચાર પોલીસમેનોને બોલાવી ગુનો નોધવાની કાર્યવાહી કરેલ. આ પ્રકારે ગુનો નોધી પાચેય પોલીસમેનોએ પાચેય આરોપીઓને કોર્ટમા રજુ કરી ગુનો કબુલ કરાવી લીધેલ અને જુગારીઓની જાણ બહાર અદાલતમા ફકત રૂ.૪૮,૦૦૦ કબ્જે થયાનુ જણાવી તે રકમ કોર્ટમાં મુદામાલ તરીકે જમા કરાવેલ.

ફરીયાદી જુગારીને ફકત આટલી જ રકમ જમા થયાની જાણ બે દિવસ બાદ થતા તેમણે રૂ.૮,૫૦,૦૦૦ની ઉચાપત થયાનુ જાણેલ. આટલી મોટી રકમ ખવાઇ ગયા અને તેમણે વિછીયા પોલીસ સ્ટેશનમા લેખીત ફરીયાદ આપેલ જે અંગે ગુનો નોધી પોલીસ અમલદારશ્રી વાણીયાએ તપાસ હાથ ધરતા ફરીયાદની હકિકત સાચી જણાયેલ. આથી તેઓએ પાચેય પોલીસમેનોની ધરપકડ કરેલ અને રૂ.૪,૦૦,૦૦૦ કબ્જે કરેલા. બાકીની રકમ રૂ.૪,૫૦,૦૦૦ અગે આરોપી પોલીસમેનોએ કોઇ વિગતવાર ખુલાસો ન આપતા આરોપીઓની રીમાન્ડની માગણી કરાયેલ. જેમાં અદાલતે ૩-દિવસની રીમાન્ડ આપેલ. આ રીમાન્ડ પીરીયડ દરમ્યાન પાચેય પોલીસમેનોએ જુગારની રકમ અંદરોઅંદર વહેચી લીધેલ હોવાનુ નિવેદન આપેલ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઈ કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ કે, જુગારી આરોપીઓએ પોલીસ આરોપીના કહેવાથી ગુનો કબુલ કરેલ હતો અને ગુનો કબુલ કરતી વખતે જુગારની રકમ કેટલી હતી ? તે અંગે કોઈ જ જાણકારી આપવામાં આવેલ નથી. તેથી મેજીસ્ટ્રેટ રૂબરૂ જુગારની રકમમાંથી ઉચાપત થયાનું ફરીયાદીની જાણમાં ન હતું. આ ઉપરાંત જ્યારે આરોપી પોલીસમેનોએ તપાસનિશ અમલદાર સમક્ષ રૂ. ૪,૦૦,૦૦૦ની રકમ રજુ કરેલ ત્યારે આ રકમ ઉચાપતની જ હોવાનું જણાવેલ હતુ. આ કારણે જ્યારે તપાસનિશ અમલદાર ખુદ પોલીસ અધિકારી હોય અને આરોપી પોલીસમેન સામે તપાસ ચલાવતા હોય ત્યારે તેઓ વિરૂદ્ધ કોઈ ખોટી કાર્યવાહી કરવાનું અનુમાન થઈ શકે નહીં. ફરીયાદની કાયદેસરતા અંગે રજુઆત કરવામાં આવેલ હતી કે, જ્યારે અદાલતમાં ચાલતા કોઈ કેસ સંબંધે પુરાવામાં છેડછાડ કરવામાં આવે અથવા ફોર્જરી કરવામાં આવે ત્યારે જ કલમ-૧૯૫ હેઠળ સરકારી અધિકારીએ લેખીત ફરીયાદ આપવાની જોગવાઈ છે. હાલના કિસ્સામાં કોર્ટ સંકુલની બહાર આરોપી પોલીસમેનોએ ગુનો આચરેલ છે અને કોર્ટમાં ખોટી હકીકતોવાળા પેપર્સ રજુ કરેલ છે તેથી કોર્ટ રેકર્ડમાં કોઈ ફોર્જરી થયાનો ગુનો નથી. તે સંજોગોમાં કોઈપણ વ્યકિત ફરીયાદી બની શકે.

શ્રી સરકાર તરફે ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ કે, કાયદાના પ્રબંધોનું ચુસ્તપણે પાલન કરવાની અને કરાવવાની જવાબદારી પોલીસ અધિકારીની છે, પરંતુ આ કિસ્સામાં આરોપી પોલીસમેન હોવા છતા પોતે જ આટલી મોટી રકમ ઓળવી જઈ ગુનો આચરતા હોય ત્યારે આ ગુનાને જરા પણ સરળતાથી લઈ શકાય નહી.

શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતોને માન્ય રાખી જુગારની રકમ ઓળવી જનાર પોલીસમેન જીલુભાઈ તળશીભાઈ હાડાની જામીન અરજી અધિક સેશન્સ શ્રી જજે રદ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(11:35 am IST)