રાજકોટ
News of Monday, 7th October 2019

જોડીયાના પીઠડના યુવાનનો સાથે ભણતી છાત્રા પર બળાત્કારઃ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ વારંવાર દૂષ્કર્મનો આરોપઃ ધરપકડ

રાજકોટઃ જોડીયાના પીઠડ ગામના વતની અને રાજકોટમાં અભ્યાસ કરતાં ગિરીરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૨૦) નામના શખ્સે સાથે જ અભ્યાસ કરતી એક છાત્રાને ફસાવી બિભત્સ ફોટાઓ પાડી વાયરલ કરી દેવાની ધમકી દઇ તેમજ આ છાત્રા તથા તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી રાજકોટમાં બસ સ્ટેશન પાછળના કનક રોડ પર એમ્પાયર હોટેલમાં વારંવાર લઇ જઇ બળાત્કાર ગુજારતાં મામલો મહિલા પોલીસ સુધી પહોંચતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પી.આઇ. એસ.આર. પટેલ, પીએસઆઇ એન. બી. ડોડીયા, હેડકોન્સ. શૈલેષભાઇ ખીહડીયા, કોન્સ. પ્રિયંકાબેન પરમારે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી ગિરીરાજસિંહની ધરપકડ કરી છે. પ્રારંભે આ શખ્સે છાત્રા સાથે પરિચય કેળવ્યો હતો. એ પછી મોબાઇલ નંબરની આપ લે કરી સોશિયલ મિડીયા વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ મારફત વાતો શરૂ કરી હતી. એ પછી છેલ્લા એક વર્ષ પહેલા ગિરીરાજસિંહ છાત્રાને હોટેલમાં લઇ ગયો હતો અને ઇચ્છા વિરૂધ્ધ બળજબરી કરી હતી.  એ પછી ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર ધમકી દઇ દૂષ્કર્મ ગુજાર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો.  આરોપીની ધરપકડ બાદ વિશેષ તપાસ થઇ રહી છે.

(10:49 am IST)