રાજકોટ
News of Saturday, 7th September 2019

'ત્રિકોણ બાગ કા રાજા'ની સન્મૂખ સાંજે બાળકોની શ્લોક સ્પર્ધાઃ કાલે રકતદાન કેમ્પ

રાજકોટઃ આદ્ય ગણપતિ ઉત્સવ ત્રિકોણબાગ કા રાજા છેલ્લા ૨૦ વર્ષથી અવિરત,  એક જ જગ્યાએ ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ગઇકાલે સાર્વજનિક આરતી સુશોભન સ્પર્ધામાં શહેરના વિવિધ વિસ્તારોના અનેક ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો શ્રેષ્ઠ કૃતિઓને ઇનામો આપીને નવા જ્યા હતા. રાત્રે વિશાલ વરૂ ગ્રુપના કસુંબલ લોકડાયરામાં ગોતા સમૂદાય ઉમટી પડ્યો હતો. આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા છે, જેમાં તેજસ્વી બાળકોને ઇનામો આપીને રાજી કરવામાં આવશે. રાત્રે ૮-૩૦ વાગ્યે શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ-શો યોજાશે અને રાત્રે ૧૦-૩૦ વાગ્યે રેડિયો જોકટ સંગાથે ગેઇમ-શો છે તમામ કાર્યક્રમોમાં આકર્ષક ઇનામો આપવામાં આવશે. આવતી કાલ રવિવારે સાંજે પાંચ વાગ્યે સરકારી હોસ્પીટલોમાં થેલેસેમિયાની સારવાર લેતાં ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન શિબિરનું આયોજન છે થેલેસેમિયા પરિક્ષણ કેમ્પ પણ રાખ્યો છે રાત્રે ૮-૩૦ થી મુંબઇના ચૈતાલી છાયા ગ્રુપની મ્યુઝિકલ નાઇટ યોજાશે. ગઇકાલ શુક્રવારની સાયં મહાઆરતીમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રૂપાબેન શીલુ, સીંધી સમાજના અગ્રણી શ્યામભાઇ ચંદીરામાણી, બાકીરભાઇ ગાંધી, અદનાન ગાંધી, અક્ષય ઉપાધ્યાય, વિશ્વ હિન્દુ પરિષદના ચમનભાઇ સિંધવ, ડો.પ્રિતેશ પટેલ, આર્ટ ઓફ લીવીંગના મહેન્દ્રભાઇ પૂજારા, માધવીબેન ઉપાધ્યાય, ''આજતક''ના પત્રકાર રાજેશભાઇ મહેતા, પ્રિતીબેન સોનકુશર, હેમંતભાઇ સોનકુશર, સુમિતભાઇ રાઠોડ, પારૂલબેન નાર, અચ્ચુત જાની, આત્મીય શૈક્ષણિક સંસ્થાનના કેયુરભાઇ ઝાલા, રમેશભાઇ ઠકકર, એડવોકેટ હસમુખ કોટેચા, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી તેમના મિત્રો સાથે પધારીને ત્રિકોણ બાગકા રાજા સન્મુખ ભુદેવનો મંત્રોચ્ચારો સાથે વંદના કરી હતી પધારેલ દરેક મહેમાનોને જીમ્મી અડવાણી અને સાક્ષી મિત્રોએ ફુલહાર પ્રસાદ અર્પણ કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા જીમ્મી અડવાણીના નેતૃત્વમાં કુમાર પાલ ભટ્ટી, ઇન્દ્રદીપ વ્યાસ, કરણભાઇ મકવાણા, વિજય કુબાવત, જેસલ ઝાલા, વંદન ટાંક, હિતેષ ધોળકિયા, અભિષેક કણસાગરા, પ્રકાશ કાપડી, પગાર ગોહેલ, અમીત ભૂવા, વૈભવ ચાંગાણી વગેરે યુવા મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:45 pm IST)