રાજકોટ
News of Friday, 7th September 2018

રાજકોટ અને ભાવનગર રેલ્વે ડિવીઝનના સાંસદો સાથે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર ગુપ્તાની બેઠક

ગુજરાતમાં ડબલ ટ્રેક, વિદ્યુતિકરણ અને ગેજ પરિવર્તનની યોજના ઝડપી બનાવવા તાકીદ

પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક શ્રી.એ.કે. ગુપ્તાએ રાજકોટ અને ભાવનગર મંડળ અંતર્ગતના સંસદીય ક્ષેત્રોના સાંસદો સાથે બેઠક યોજી. સર્વપ્રથમ મહાપ્રબંધક શ્રી ગુપ્તા દ્વારા ઉપસ્થિત સાંસદોનું સ્વાગત કર્યું. તથા તેમને રાજકોટ અને ભાવનગર મંડળમાં નવીનતમ પ્રવાસી સુવિધાઓની માહિતી આપવામાં આવી. સાંસદોએ તેમના વિસ્તારની સમસ્યાઓ, પરિયોજનાઓ, ટ્રેનોના સ્ટોપેજ, નવી ટ્રેનો ચલાવવા તેમજ ટ્રેનોના વિસ્તાર, ટ્રેનોના ફેરા વધારવા બાબતે ચર્ચા કરી અને બહુમુલ્ય સુચનો કર્યા. તમને ગુજરાતમાં ચાલી રહેલા ડબલીંગ, વિદ્યુતિકરણ તથા ગેજ પરિવર્તનની મહત્વપુર્ણ પરિયોજનાઓને જલ્દી, પુર્ણ કરવાની માંગ કરી. જેથી ક્ષેત્રની પ્રજાને તેનો પુરેપુરો લાભ મળી શકે. મહાપ્રબંધક ગુપ્તાએ સાંસદોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું કે તેમના બહુમુલ્ય સુચનો પર તાકીદે યોગ્ય કાર્યવાહી કરાશે. આ બેઠકમાં સાંસદગણ શ્રીમતી પુનમબેન માડમ, શ્રી મોહનભાઇ કુંડારિયા, શ્રી દેવજીભાઇ ફતેપરા, શ્રી વિનોદ એલ. ચાવડા, ડો. ભારતીબેન ડી. શિયાળ, શ્રી રાજેશભાઇ ચુડસમા, શ્રી નારણભાઇ કાછડીયાએ ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન મંડળ રેલ પ્રબંધક રાજકોટ શ્રીપી.બી. નિનાવે, મંડળ રેલ પ્રબંધક ભાવનગર સુશ્રી રૂપા શ્રી નિવાસ સહિત મુખ્યાલયના મુખ્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા. કાર્યક્રમનું સંચાલન ઉપ મહા પ્રબંધક (સામાન્ય) શ્રી પરીક્ષિત મોહનપુરિયાએ કર્યું હતું.(૧.૩૪)

(4:23 pm IST)