આજી-ભાદર-ન્યારીમાં અડધાથી સવા ફુટ નવા પાણીની આવક
લાલપરી તળાવ છલકાવવામાં દોઢ ફુટનું છેટુ
રાજકોટ તા. ૭: શહેર-જીલ્લામાં આષાઢી માહોલ છવાયો છે. સતત બે દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના આધાર સ્તંભ સમો આજી-૧, ન્યારી,૧ અને ભાદર આ ત્રણેય ડેમોમાં ૧.૨૫ ફુટ થી ૦.૩૦ ફુટ સુધી નવા નીરની આવક થઇ હતી.
શહેરને પાણી પુરૂ પાડતા આજી-ન્યારી-ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી સવા ફુટ નવા પાણીની આવક થતાં આ તમામ ડેમોની કુલ સપાટીમાં વધારો થયો છે. જેમાં આજીમાં અડધો ફુટ પાણી આવતા તેની સપાટી ૨૫ ફુટે પહોંચી છે. જયારે ન્યારીમાં પણ અડધો ફુટ નવા પાણીની આવક થતા આ ડેમની સપાટી ૨૩.૬૨ ફુટે પહોંચી છે અને ભાદર ડેમમાં ૧.૧૦ ફુટ નવુ પાણી આવ્યું છે. આ ડેમ ૨૫.૨૦ ફુટે પહોંચ્યું છે.
મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં આજી-૧માં ૦.૭૫ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૫.૩૫ ફુટે પહોંચી છે. ડેમમાં જળ જથ્થો ૬૮૭ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. જયારે ન્યારી-૧માં અડધો ફુટ નવુ પાણી આવતા હાલની સપાટી ૨૩.૬૨ ફુટે પહોંચી છે અને ડેમમાં જળ જથ્થો ૭૬૦ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.
આ ઉપરાંત ભાદર-ડેમમાં ૧.૧૦ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૫.૨૫ ફુટ પહોંચી છે.ડેમમાં જળ જથ્થો ૩૨૭૬ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.
આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે. (૨૮.૩)
શહેરને પીવાનું પાણી પુરૂ
પાડતા જળાશયોની સ્થિતિ
ડેમનું નામ |
નવુ પાણી |
હાલની સપાટી |
કુલ સપાટી |
|
ફૂટમાં |
ફૂટમાં |
ફૂટમાં |
આજી-૧ |
૦.૭૫ |
૨૫.૩૫ |
૨૯ |
ન્યારી-૧ |
૦.૩૦ |
૨૩.૯૦ |
૨૫.૦૯ |
ભાદર |
૧.૧૦ |
૨૫.૨૫ |
૩૪ |