પડધરી તાલુકાના ખજુરડી ગામ નજીકનો આજી -૩ ડેમના નદીના પટમાં અવર જવર ન કરવા - સાવચેત રહેવા સૂચના
રાજકોટ :રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના ખજુરડી ગામ નજીક આવેલ આજી – ૩ ડેમ ની પૂર્ણ સપાટી ૫૩.૧૫ મીટર છે હાલમાં ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આ જળાસયની સપાટી ૫૧.૯૩ મીટર છે. જે તેની કુલ સપાટીના ૭૦% જેટલો ભરાયો છે, જે અંતર્ગત ડેમમાં ૯૮,૮૧૨ ક્યુસેક પાણીની આવક છે જેને ધ્યાને લઈને પડધરી તાલુકામાં આવેલ ખજુરડી, થોરીયાળી, ખીજડીયા મોટા, ટંકારા તાલુકાનું ખાખરા ગામ, જોડીયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી અને ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના અને દેડકદડ ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મોનીટરીંગ ઓફિસરશ્રી, ફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ સીંચાઈ વર્તુંળ કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે.