રાજકોટ
News of Saturday, 7th July 2018

ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૭: અત્રે રૂ.૨,૮૦,૦૦૦/- નુ લેણુ વસુલવા કિશોર ધીરૂભાઇ સોલંકીએ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. શ્રી એસ.આર. રાજપુત સમક્ષ બીપીનભાઇ પ્રભુદાસ દક્ષીણી વિરૂધ્ધ નેગો. ઇસ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ સને-૨૦૧૬માં કરેલ જે ફરીયાદ અન્વયેની ટ્રાયલ ચાલી જતા આરોપી બીપીનભાઇ દક્ષીણીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે ચુનારાવાડ શેરી નં. ૫ માં રહેતા ફરીયાદી કિશોરભાઇ સોલંકી દ્વારા તેમની સાથે નહી થયેલા વ્યવહાર અન્વયે પ્રોમીસરી નોટ તા.૨૧/૦૩/૨૦૧૬ના તથા ચેક લખાવી લીધેલ તેના આઘાતમાં આરોપી બીપીનભાઇએ આત્મહત્યા કરવા તા.૨૮/૦૩/૨૦૧૬ પ્રયત્ન કરતા બીપીનભાઇ આરોપીના પુત્ર મીત દ્વારા પોલીસમાં ફરીયાદ કરેલ જેના અનુસંધાને પોલીસે કાર્યવાહી કરેલ તેમ છતા ફરીયાદી કિશોરભાઇ સોલંકી દ્વારા તેમના હવાલામાં રહેલા ચેકનો ઉપયોગ કરી કોર્ટ સમક્ષ ફરીયાદ કરેલ.

આ ફરીયાદમાં આરોપી તરફે જયેન્દ્ર એચ. ગોંડલીયાની રજુઆતો તથા બચાવને ધ્યાને લઇ બળજબરીથી લખાવેલ ચેક પણ આરોપી બીપીનભાઇ દક્ષીણીના પત્નીના ખાતાવાળો હોય તે તમામ હકીકતો ધ્યાને લઇ અદાલતે આરોપી બીપીનભાઇ દક્ષીણીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

આરોપી બીપીનભાઇ પ્રભુદાસ દક્ષીણી વતી ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ શ્રી જયેન્દ્ર એસ. ગોંડલીયા, મોનિષ જોષી, હિરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, હિતેન્દ્ર ગોસ્વામી વિગેરે રોકાયેલ હતા.

(4:34 pm IST)