રાજકોટ
News of Saturday, 7th July 2018

વિવેકાનંદ યુથ કલબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

વિવેકાનંદ યુથ કલબ દ્વારા રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ સરકારી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. ૯ થી ૧૨ના પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થી ભાઇઓ બહેનોનો સત્કાર સમારંભ મેયર શ્રીમતી બીનાબેન આચાર્યનું અભિવાદન તેમજ વૃક્ષારોપણ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના પ્રાર્થના હોલમાં મોઢવણિક સમાજના અગ્રણી બીલ્ડર કિરીટભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કોર્પોરેટર જયાબેન ડાંગર, અંજનાબેન મોરજરીયા, પટેલ કોમ્પ્યુટર વાળા સુરેશભાઇ પટેલના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવેલ. આ પ્રસંગે જયંતિભાઇ પટેલ, લાયન્સ કલબ પ્રાઇડના પ્રમુખ ચેતનભાઇ વ્યાસ, યુવા અગ્રણી શૈલેષ ડાંગર, સ્માર્ટ કિડઝના સંચાલક વિમલભાઇ પાણખાણીયા, હરીશભાઇ હરીયાણી, આસી. કમિશ્નર ચુડાસમા ઉપસ્થિત રહેલ. છ સરકારી હાઇસ્કુલના ૬૦ તેજસ્વી તારલાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. મેયર શ્રીમતી બીનાબેન આચાર્યનું જૈન શ્રેષ્ઠી ઉપેનભાઇ મોદી, સુરેશભાઇ પટેલ, વિમલભાઇ પાણખાણીયાના હસ્તે શ્રીફળ સાકરનો પડો આપી શ્રીનાથજી બાવાનો ખેસ પહેરાવી પુસ્તક તેમજ વિવેકાનંદજીનો ફોટો આપી શાલ ઓઢાડીને કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશીએ, આભારવિદિ ઉપેનભાઇ મોદીએ કરી હતી. આયોજનની સફળતા માટે ડો.સોનલબેન ફળદુ, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોધાણી, અશ્વિન ચૌહાણ, પરિમલભાઇ જોષી, નયન ગંધા, રમેશ શીશાંગીયા તેમજ શાળા પરિવાર કાર્યરત રહેલ.

(4:31 pm IST)