રાજકોટ
News of Saturday, 7th July 2018

પશુ નિભાવ માટે સબસીડી આપવા મુખ્યમંત્રીને રજુઆત

પાંજરાપોળ અને ગૌશાળાઓમાં પશુઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આવી ગૌશાળા અને પોળો સરકાર, પશુપાલકો અને સ્વૈચ્છીક દાતાઓની જીવદયાની ભાવનાથી કાર્યરત હોય છ.ે ત્યારે અબોલ જીવોના નિભાવ માટે આર્થીક ખેંચ હલ કરવા સરકાર સબસીડી જાહેર કરે તેવી માંગણી  ઉપરાંત અન્ય સમસ્યાઓના ઉલ્લેખ સાથેનું એક આવેદનપત્ર જીવદયાપ્રેમીઓ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને સુપ્રત કરાયુ છે. સમસ્ત મહાજનના ગીરીશભાઇ શાહના નેતૃત્વમાં ગુજરાતના ૩૩ જિલ્લાઓના પાંજરાપોળ-ગૌશાળાના પ્રતિનિધિની સમન્વય સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા હતા. પાંજરાપોળો અને ગૌશાળાના સંચાલકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેની વિગતો જાહેર કરાઇ હતી. આ રજુઆત સમયે એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એસ.પી.સી.એ.ના ચંદ્રકાન્તભાઇ શેઠ, એનીમલ વેલફેર બોર્ડના રાજેન્દ્રભાઇ શાહ, સમસ્ત મહાજનના રાજુભાઇ શાહ, જીવદયાપ્રેમીઓ રાજુભાઇ કેસ્ટ્રોલ, ડોલરભાઇ કોઠારી, ટી. આર. દોશી, અશોકભાઇ મોદી, મિલનભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)