રાજકોટ
News of Saturday, 7th July 2018

શહેરની હદ બહાર પ્લાસ્ટીક જપ્ત કરતા શાસક નેતા લાલધુમ

નવાગામના વેપારીને માલ પરત આપવા દલસુખભાઇ જાગાણીએ અધિકારીઓને તાકીદ કરી

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટીક પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. જે અન્વયે આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પાનની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન શહેરની હદ બહાર એટલે કે નવાગામ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વેપારીને ત્યાંથી પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.  આ અંગે કોર્પોરેશનના શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણીને ફરીયાદ મળતા તેઓ અધિકારીઓને નવાગામના વેપારીઓને માલ પરત આપવા તાકીદ કરી હતી.

(4:22 pm IST)