રાજકોટ
News of Saturday, 7th July 2018

આલાબાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતી અબજોની કિંમતની જમીન અંગેના ત્રણ દાવા રદ

૨૭ વર્ષથી ચાલતા કાનૂની જંગ બાદ પણ માલિકી હક્ક અંગેનો નિર્ણય હજુ પણ અધ્‍ધરતાલઃ કાઠી પરિવાર અને કોટક પરિવાર દ્વારા માલિકી-કબ્‍જા અંગે કોર્ટમાં જુદા જુદા ત્રણ દાવાઓ થયેલ હતાઃ સિવિલ જજ શ્રી દવેએ ત્રણેય દાવા રદ કર્યા

રાજકોટ, તા. ૭ :. રાજકોટ રેવન્‍યુ સર્વે નં. ૪૫૦ની જમીન એકર ૭-૭ ગુંઠા મહિલા કોલેજ સામે આવેલ આલાબાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતી મિલ્‍કત અંગે કાઠી પરિવાર અને લોહાણા પરિવાર દ્વારા સામસામા માલિકી, કબ્‍જા હક્ક સંબંધે થયેલ વિજ્ઞાપન, કાયમી મનાઈ હુકમના જુદા જુદા ત્રણ દાવા અંગે સત્‍યાવીસ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ રાજકોટના પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી દવે એ સંયુકત ચુકાદાથી ત્રણેય દાવા નામંજુર કરતો હુકમ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ વિવાદી જમીન અંગે કોર્ટમાં ૨૭ વર્ષથી કેસ ચાલતો હતો. જેનો ત્રણેય દાવાના પક્ષકાર અંગે જમીનની માલિકી-કબ્‍જા અંગેની તકરાર ચાલતી હતી. હાલમાં રાજકોટ શહેરની વચ્‍ચે આવેલ અબજો રૂપિયાની કિંમતની આ જમીન અંગે વર્ષો બાદ કોર્ટે ચુકાદો આપ્‍યા બાદ પણ ઉપરોકત જમીન અંગે કોઈ ઉકેલ નહિ આવતા હજુ નવેસરથી કાનૂની જંગ મંડાશે તેવા સંજોગો ઉભા થયા છે.

આ ત્રણેય દવાની હકીકત મુજબ પ્રથમ દાવાની વિગત મુજબ દાવો કરનાર પાંચુબેન નાનાભાઈ ધાંધલે તેના પિતા ગુ. નાનાભાઈ ધાંધલ જોગ મૂળ જમીન માલિક પારસી દારાસા પાલનજી કરંજીયાએ આલાબાઈના ભઠ્ઠાવાળી તરીકે ઓળખાતી જમીન અંગે જુના પોલીટીકલ એજન્‍સીએ ભાડાપટે જમીન આપેલ હતી જે અંગેની તકરાર સરકાર સાથે ચાલુ હતી.

આ દરમ્‍યાન તા. ૧૩-૧૦-૧૯૫૮ના રોજ દારાસા પાલજીએ નાનાભાઈ ધાંધલ જોગ સાટાખત કરાર કરેલ કે સરકારમાંથી જમીન મારા નામે થયા બાદ દસ્‍તાવેજ કરી આપીશ તેવી શરત મુકી હતી ત્‍યાર બાદ સરકારે આ જમીન દારાસા પાલનજીના વારસો જોગ ઠરાવના કરાર મુજબ નાનાભાઈના વારસોને નહિ કરી આપતા વલકુભાઈ નાનાભાઈએ કોર્ટમાં દાવો કર્યો હતો જે દાવામાં કોર્ટે મનાઈ હુકમ આપતા તેનો ભંગ કરીને દારાસાના પુત્રી દિનાબેનના કુ.યુ. પરેશ ગીરધરલાલ કોટક તેના ભાઈ ભોગીલાલ ગીરધરલાલ કોટક જોગ દસ્‍તાવેજ કરી આપેલ હતો.

આ દાવા સંબંધે વલકુભાઈ સાથે કેસ પાછો ખેંચતા દબાણ કરેલ જેના સેટલમેન્‍ટમાં વલકુભાઈ વતી મગનભાઈ મેપાભાઈ પટેલ જોગ ૧ એકર જમીનનો દસ્‍તાવેજ કરાવી કેસ નં. ૨૧૪/૭૧ પાછો ખેંચેલ હતો તે દાવામાં વાદી પાંચુબેનનો પણ હક્ક હોય કેસ પાછો ખેંચવા અંગે કેસ ફરી ચલાવવા અરજી કરેલ તે દાવાના કામે મુળ જમીન માલિકના વારસો પૈકીના દિનાબેનના અવસાન બાદ કોર્ટ સમક્ષ સમાધાન થતા સાટાખત કરારવાળી મિલ્‍કત અંગે વાદી પાંચુબેનનો ૫૫ ટકા હિસ્‍સો અને પ્રતિવાદી નં. ૨ વલકુભાઈનો ૪૫ ટકા હિસ્‍સો નક્કી થયેલ હતો. જે હુકમનામુ રદ કરવા ભોગીલાલ કોટકે તથા શરદ ગીરધરલાલ કોટકે કોઈ કાર્યવાહી કરેલ નહિ.

આ જમીન અંગેનો બીજો દાવો ભોગીલાલ કોટકે કરેલ જેમા પાંચુબેન અને વલકુભાઈનો હુકમનામા મુજબ કોઈ હક્ક નથી અને દસ્‍તાવેજની રૂએ માલિકી કબ્‍જો કોટક પરિવારનો છે. તેમા અડચણ-અટકાયત ન કરે તેવો મનાઈ હુકમનો દાવો કરેલ હતો.

જયારે ત્રીજા દાવામાં સાટાખત કરારની રૂએ થયેલ હુકમનામાં અંગે મળેલ હિસ્‍સો ૪પ ટકાનું વિભાજન મળવા અને હુકમનામાની રૂએ પાંચુબેને  અને વલકુભાઇનો કબજો છે. તેમાં દસ્‍તાવેજ કરનાર ભોગીલાલ અને શરદભાઇનો કોઇ કબજો-ભોગવટો નથી. દસ્‍તાવેજની રૂઇએ હુકમનામા વાળી મિલ્‍કતમાં કોટક પરિવાર અડચણ-અટકાયત કરે નહિ અને પાંચુબેન કરેલ ભોગીદાસ કોટક સામેનો દાવો મંજૂર કરવામાં વાંધો નથી તેવું વલકુભાઇએ કોર્ટને જણાવેલ હતું. વધુમાં વલકુભાઇએ જણાવેલ કે, અગાઉ જે દાવો કરેલ તે કરાર બાદ ૧૯પ૯ માં ભોગીલાલના મામા નારણભાઇ મોરારજીએ મુળ જમીન માલીક દારાસા પાલનજી સાથે સાટાખત કરેલ તે સાટાખત અંગે તેણે અગાઉ કરેલ ૧૯પ૦ માં વીલ નારણએ તેના ભાણેજો કોટક બંધુઓ જોગ કરી આપેલ જે અંગે મુળ  જમીનના વારસદાર દિનાબેન સાથે વાંધો તકરાર કોટક બંધુઓએ કરતાં સદરહું સાટાખતની રૂઇએ કોટક પરિવારે કરેલ દાવામાં પણ હુકમનામું મેળવેલ.

આ કામે પ્રથમ સાટાખત કરનાર વલકુભાઇનો દાવો ચાલતા હતો તેમાં હિનાબેનના મુખત્‍યાર પરેશ કોટકે તેના ભાઇ ભોગીલાલ જોગ દસ્‍તાવેજ કરી આપેલ જેથી મનાઇ હુકમનો ભંગ કરેલ હોય તે દસ્‍તાવેજ બંધનકર્તા નથી. તેવી દાદ માંગી હતી. અને  ખેતીની જમીનના ખાતેદાર ન હોવા છતાં જમીન ખરીદ કરેલ અને કોટક પરિવાર ખોટી રીતે ખાતેદાર બનેલ હોવાનું જણાવી ભોગીલાલનો દાવો રદ કરવા રજૂઆત કરેલ હતી.

ઉપરોકત મિલ્‍કતની તકરાર અને પક્ષકારો એક જ હોય ત્રણેય દાવા એક સાથે ચલાવવા  હુકમ કરી એક ચુકાદો અને હુકમનામું કરી આપી  ત્રણેય દાવાને સીવીલ જજ શ્રી એ. વાય. દવેએ રદ કરતાં ર૭ વર્ષના કાનુની જંગ બાદ કોર્ટે આ ચુકાદો આપ્‍યો હતો.

કોર્ટે ઠરાવેલ કે વાદગ્રસ્‍ત મિલકતની માલીકી, કબજો ૧૯૭પના વચાણ દસ્‍તાવેજની રૂએ પ્રતિ.નં.૧ ભોગીલાલ ગીરધરલાલ કોટક અને શરદકુમાર ગીરધરલાલ કોટક વિગેરેનો છે તે કબજો પરત મળવા અંગે વાદી પાંચુબેનને કરેલ દાવામાં દાદ માગેલ નથી તે જ રીતે ભોગીલાલ ગીરધરલાલ કોટકે તેમના દાવામાં થયેલ હુકમનામુ રદબાતલ ઠરાવવા કાર્યવાહી કરેલ નથી અને થયેલ હુકમનામાની રૂએ વલકુભાઇનું ચાલતા કામે અવસાન થયેલ તેના વારસ પત્‍ની દેવકુબેન અને ચાલતા કામે પાંચુબેનનું અવસાન તા તેમના વારસો વિનુભાઇ બાવકુભાઇ વાળા વિગેરેને પક્ષકાર તરીકે સામેલ કરેલ, ચાલતા કામે ભોગીલાલ ગીરધરલાલ કોટકનું અવસાન થતાં તેના વારસોને સામેલ કરેલ અને બન્ને પક્ષે થયેલ પુરાવા, રજુઆત લક્ષમાં લઇ કોર્ટે સામાસામા માલીકી, કબજા સબંધેની તકરારનો ત્રણેય કેસનો એક સંયુકત ઠરાવ અને હુકમનામુ કરે. ત્રણેય કેસો કરનાર વાદીઓ એટલે સ્‍પે.દિ.કેસ નં.ર/)૧ ગુજ. પાંચુબેનના વારસોનો તથા રે.દિ.કેસ નં. ૯રપ/૯૦ ગુજ. ભોગીલાલ ગીરધરલાલ કોટકના વારસો શરદ ગીરધરલાલ કોટક વિગેરે રે.દિ.કેસ નં. ૬પ૯/૦૧નો ગુજ. વલકુભાઇ ધાંધલના વારસોનો દાવાઓ નામંજુર કરતો હુકમ રાજકોટના મહે. પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજશ્રી એ.વાય. દવેએ સત્‍યાવીસ વર્ષ ઉપરાંતના લાંબા કાનૂની જંગ અંગે કેસનો નિર્ણય કરેલ છે.

 આ કામે ગુજ. પાંચુબેન નાનાભાઇના વારસો વતી રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ શ્રી એલ.વી. લખતરીયા, એસ.જે. વણજારા, ગુજ. ભોગીલાલ કોટક વતી બી.પી. બુદ્ધદેવ, ગુજ. વલકુભાઇના વારસો વતી વી.સી. ભાવસાર, દક્ષા બી. પંડયા બીનીતાબેન ખાંટ રોકાયા હતાં.

 

(3:56 pm IST)