રાજકોટ
News of Saturday, 7th July 2018

સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાત માટે તા.૭થી ૧૩ જુલાઈ સુધીની આગાહી

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ- ગુજરાતમાં તા.૭થી ૧૩ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, કયારેક વધુ વિસ્‍તારમાં હળવો-મધ્‍યમ ભારે, એકલ-દોકલમાં અતિ ભારે (આગાહી સમયના અમુક દિવસોમાં પડવાની શકયતા) મધ્‍ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્‍તારોમાં તેમજ કયારેક વધુ વિસ્‍તારોમાં હળવો, મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહી સમયના અમુક દિવસો), ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો, એકલ-દોકલ વિસ્‍તારમાં મધ્‍યમ વરસાદ (થોડા/અમુક દિવસો), સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ જેમાં કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રમાં  છૂટાછવાયા વિસ્‍તારમાં ઝાપટા, હળવો-મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહીના થોડા - અમુક દિવસો) (પોરબંદરથી ભાવનગર સુધીનો દરિયાઈપટ્ટીને લાગુ વિસ્‍તાર)માં વરસાદની શકયતા છે.

(3:54 pm IST)