રાજકોટ
News of Saturday, 7th July 2018

કબ બરસોગે... સૌરાષ્‍ટ્ર-કચ્‍છનો જગતાત સારા વરસાદની રાહમાં

સૌરાષ્‍ટ્રના મુળી અને માળીયા મિંયાણા, કચ્‍છના ૪ તાલુકા ભચાઉ, ભુજ, ગાંધીધામ અને માંડવી હજુ કોરાકાટ : જો કે છૂટોછવાયો ચાલુ રહેશે : આવતા અઠવાડીયા માટે આશાનું કિરણ બંધાયુ : વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૭ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છનો જગતાત સારા વરસાદની રાહમાં છે. જુલાઈ મહિનાનું એક અઠવાડીયુ પણ પૂરૂ થઈ ગયું હોવા છતાં પણ હજુ મેઘરાજા મન મૂકીને વરસ્‍યા નથી. દરમિયાન વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ- ગુજરાતમાં તા.૭થી ૧૩ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, કયારેક વધુ વિસ્‍તારમાં હળવો-મધ્‍યમ ભારે, એકલ-દોકલમાં અતિ ભારે (આગાહી સમયના અમુક દિવસોમાં પડવાની શકયતા) મધ્‍ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્‍તારોમાં તેમજ કયારેક વધુ વિસ્‍તારોમાં હળવો, મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહી સમયના અમુક દિવસો), ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો, એકલ-દોકલ વિસ્‍તારમાં મધ્‍યમ વરસાદ (થોડા/અમુક દિવસો), સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ જેમાં કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રમાં  છૂટાછવાયા વિસ્‍તારમાં ઝાપટા, હળવો-મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહીના થોડા - અમુક દિવસો) (પોરબંદરથી ભાવનગર સુધીનો દરિયાઈપટ્ટીને લાગુ વિસ્‍તાર)માં વરસાદની શકયતા છે.

ગત તા.૨ જુલાઈએ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદ નથી તેની આગાહી આપેલી તે મુજબ સૌરાષ્‍ટ્રમાં સરેરાશ ૩૩ મીમી વરસાદ પડયો હતો. જેમાં મુખ્‍ય વરસાદ જૂનાગઢ, ગીર, અમરેલી, પોરબંદર અને ભાવનગર જીલ્લો હતો. જયારે બાકીના તમામ જીલ્લાઓમાં ૨૦ મીમીથી ઓછો વરસાદ થયો હતો. સૌરાષ્‍ટ્રના ૨ તાલુકાઓ મૂડી અને માળીયા મિંયાણા તેમજ કચ્‍છના ૪ તાલુકા ભચાઉ, ભુજ, ગાંધીધામ અને માંડવી હજુ પણ કોરાકાટ છે. જયારે સમગ્ર ગુજરાત લેવલે સરેરાશ સીઝનનો ૧૫% વરસાદ થઈ ગયો છે. જો કે આ વાતનો કોઈ મતલબ નથી, કારણ કે સૌરાષ્‍ટ્રમાં હજુ ૭.૮૫%, કચ્‍છમાં ૧.૨૫%, ઉત્તર ગુજરાત ૧૧.૭૫% અને દક્ષિણ ગુજરાતમાં ૨૫% વરસાદ પડી ગયો છે.

અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે ગઈકાલે ઉત્તર પમિ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું જે મજબૂત બની આજે લોપ્રેશરમાં પરિવર્તિત થયુ છે. જે પમિ બંગાળ, ઓરીસ્‍સાના દરિયાકિનારા નજીક છે. તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. ચોમાસુધરી હાલ કપૂરતલા (પંજાબ)થી નજીબાબાગ, વારાણસી થઈને દીગા (પમિ બંગાળ) પાસેથી આ લોપ્રેશર સુધી લંબાય છે. એક ઈસ્‍ટ - વેસ્‍ટ સીઅરઝોન ૧૯ ડિગ્રી નોર્થ ઉપર ૩.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ના લેવલે ફેલાયેલ છે. એક મામુલી ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરાલા સુધી લંબાયેલ છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૨.૧ કિ.મી.ના લેવલે પમિ રાજસ્‍થાન અને દક્ષિણ રાજસ્‍થાન આજુબાજુ ફેલાયેલ છે.

અશોકભાઈ તા.૭થી ૧૩ જુલાઈની આગાહી કરતા જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, કયારેક વધુ વિસ્‍તારમાં હળવો-મધ્‍યમ ભારે, એકલ-દોકલમાં અતિ ભારે (આગાહી સમયના અમુક દિવસોમાં પડવાની શકયતા) મધ્‍ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્‍તારોમાં તેમજ કયારેક વધુ વિસ્‍તારોમાં હળવો, મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહી સમયના અમુક દિવસો), ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો, એકલ-દોકલ વિસ્‍તારમાં મધ્‍યમ વરસાદ (થોડા/અમુક દિવસો), સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ જેમાં કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રમાં  છૂટાછવાયા વિસ્‍તારમાં ઝાપટા, હળવો-મધ્‍યમ, એકલ-દોકલમાં ભારે (આગાહીના થોડા - અમુક દિવસો) (પોરબંદરથી ભાવનગર સુધીનો દરિયાઈપટ્ટીને લાગુ વિસ્‍તાર)માં વરસાદની શકયતા છે.

 

 

આગોતરૂ એંધાણ... ૬૦% શકયતા

તા.૧૪થી ૨૦ જુલાઈ એટલે કે આવતા અઠવાડીયામાં બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સ તેમજ બીજા અપરએર સાયકલોનીક સરકયુલેશન તથા ઈસ્‍ટ-વેસ્‍ટ સિઅરઝોન વગેરે પરિબળોની સંયુકત અસરથી વરસાદની માત્રા વધશે.

(3:53 pm IST)