રાજકોટ
News of Saturday, 7th July 2018

મધુરમના વાર્ષિકોત્સવમાં છાત્રોએ મધુર સંગીત વહાવ્યુ

રાજકોટ તા. ૬ : તાજેતરમાં બાલભવનના મનુભાઇ વોરા હોલમાં મધુરમ સંગીત કલાસનો  વાર્ષીકોત્સવ  યોજાયો હતો. કાર્યક્રમની પ્રસ્તાવના  ન્યુ પરીમલ  સ્કુલના પ્રિન્સીપાલ  શ્રીમતી અલ્પા મંડીરે કરી હતી.  સરસ્વતી દેવી ના દિપ પ્રાગટ્ય , સ્તુતી  અને શ્લોકો ના ગાનથી શરૂઆત થઇ. આ સમયે રાજકોટના ડીવાયએસપી. શ્રીમતી શ્રૃતિ  મેડમ , લોક  ગાયિકા પુનમ બેન ગોંડલિયા , લોક ગાયક નિલેશ પંડ્યા , શાંતિલાલ  રાંણી઼ગા , પ્રવિણભાઇ વ્યાસ , દેવભટ્ટ ન્યુ પરિમલ સ્કુલના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ મંડીર , સામાજીક કાર્યકર કેતનભાઇ બોરીસાગર , મનુભાઇ બગથરીયા તેમજ ભજનીક વિષ્ણુ પ્રસા દવે  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંગીત કલાસના વિદ્યાર્થીઓ એ જુના - નવા પિકચરના ગીતો - લોકગીતો , ભજન દુહા છંદ, સપાખરા લલકારી  શ્રોતાજનો ને  રસતરબોળ કર્યા હતા. આખો હોલ સંગીતના સુમધુર નાદથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા  ટી.વી.  આર્ટીસ્ટ અને સંસ્થા ના  સ્થાપક રમેશભાઇ વ્યાસ , સંસ્થાના સંચાલક અને સ્ટેજ કલાકાર મૌલિક વ્યાસ સાથે જય પરીખ, દેવાંશ વ્યાસ, માનસી  ગુસાણી , અમીત સખીયા અને કલ્યાણભાઇએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ના સમાપનમાં નિલેશ પંડ્યા , શાંતિલાલ રાંણીગા  અને મૌલિક વ્યાસે ગુજરાતી ગીતો રજુ કર્યા હતા. વાલીઓએ આ કાર્યક્રમને મનભરી ને માણ્યો હતો. શ્રોતા, મહેમાનો અને વિદ્યાર્થીઓએ અલ્પાહાર માણ્યો હતો.  આ તકે બાલ ભવનના માનદંત્રી મનસુખભાઇ  જોષી અને કિરીટભાઇ વ્યાસનો સહકાર મળ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ભાવિશા શ્રી શાહોલિયા  અને  કુ. રીના પુરોહીતે કર્યુ હતુ.  સંસ્થાના સ્થાપક અને લોકસાહિત્યકાર શ્રી રમેશભાઇ વ્યાસે આભારવિધિ કરી હતી.

(3:40 pm IST)