રાજકોટ
News of Saturday, 7th July 2018

રેસકોર્ષ અને આજી ડેમ ચોકડી પાસેથી બે ટુવ્હીલર ચોરાઇ ગયા

રાજકોટ તા. ૭: વાહનચોરીના વધુ બે બનાવ બન્યા છે. આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-૨માં રહેતાં હિમતભાઇ માવજીભાઇ ચોૈહાણ (કોળી)નું હોન્ડા જીજે૧૩આર-૬૨૩૮ રૂ. ૧૪ હજારનું આજીડેમ ચોકડી પાસે માટેલ મોબાઇલ નજીકથી કોઇ ચોરી જતાં હેડકોન્સ. જીતુભાઇ ભમ્મરે ફરિયાદ નોંધી છે. જ્યારે નાના મવા રોડ શાસ્ત્રીનગરમાં રહેતાં ઉદય જયંતિભાઇ મકવાણાનું એકટીવા જીજે૩એચએન-૮૨૫૭  રૂ. ૧૫ હજારનું કોઇ રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડના ગેઇટ પાસેથી ચોરી જતાં પ્ર.નગરના હેડકોન્સ. કલ્પેશસિંહે તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)