રાજકોટ
News of Saturday, 7th July 2018

રૈયાધારમાં મધરાતે મોચી દંપતિના મકાનનો એક રૂમ આગમાં ખાકઃ દોઢેક લાખનું નુકસાન

પતિ-પત્નિ સવારે જાગ્યા ત્યારે બાજુના રૂમની તમામ ઘરવખરી સળગેલી જોવા મળીઃ શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ

રાજકોટઃ રૈયાધાર સ્લમ કવાર્ટર કવાર્ટર નં. ૧૫૫માં રહેતાં અને સીટ કવરનું કામ કરતાં બિપીનભાઇ છોટાલાલ વાળા (મોચી) (ઉ.૫૫)ના ઘરનો એક રૂમ રાત્રીના સમયે આગમાં ખાક થઇ જતાં દોઢેક લાખનું નુકસાન થયું છે. બિપીનભાઇ, તેમના પત્નિ રસિલાબેન અને દિકરીની દિકરી જ્હાન્વી એક રૂમમાં રાત્રે ઉંઘી ગયા હતાં. સવારે ચારેક વાગ્યે બિપીનભાઇ જાગ્યા ત્યારે બાજુના બીજા રૂમમાં તમામ ઘરવખરી સળગેલી જોવા મળતાં ચોંકી ગયા હતાં. આગમાં ફ્રીઝ, શેટી પલંગ, વાસણો, ગાદલા, ગોદળા એમ બધુ જ ખાક થઇ ગયું હતું. તેમના જમાઇ મનિષભાઇના કહેવા મુજબ શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ છે. આગથી દોઢેક લાખનું નુકસાન થયું છે. તસ્વીરમાં જ્યાં આગ લાગી એ રૂમ, બળી ગયેલી ઘરવખરી અને મોચી દંપતિ જોઇ શકાય છે.

(3:34 pm IST)