રાજકોટ
News of Saturday, 7th July 2018

ધમકીના કેસમાં પકડાયેલ પતિ-પત્નિના જામીન મંજુર

રાજકોટ, તા.૭: બી-ડિવિજન પોલીસ સ્ટેશન- રાજકોટમાં નોંધવામાં આવેલ આઇ.પી.સી.ની કલમ ૩૮૬, ૫૦૬(૨), ૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫(૧) વિગેરે મુજબની ફરિયાદમાં આરોપીઓ જામીન અરજી મંજુર રાખતો હુકમ રાજકોટની ડીસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે રાજકોટના સાધુવાશવાણી રોડ પરના ગુરૂજી નગર કર્વાટરના રહીશ તેવા આરોપીઓ રાજુભાઇ ભીખાભાઇ મારુ અને તેઓના પત્ની ઇલાબેન રાજુભાઇ મારુ પર ફરિયાદી કમલેશભાઇ સવજીભાઇ મકવાણાની ફરિયાદના આધારે રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ની કલમ ૩૮૬, ૫૦૬(૨), ૧૧૪ અને જી.પી. એકટની કલમ ૧૦૫(૧) વિગેરે મુજબની એફ.આઇ.આર. નોંધવામાં આવેલ અને તે સબબ આરોપીઓની રાજકોટ બી-ડિવિઝન પોલીસ દ્વારા ધરપડક કરવામાં આવેલ.

આ અંગે રાજુભાઇ અને તેઓના પત્ની ઇલાબેન દ્વારા સેસન્સ કોર્ટ રાજકોટમાં સી.આર.પી.સી. ની કલમ ૪૩૯ હેઠળની અલગ-અલગ રેગ્યુલર જામીન મેળવવા સબબની અરજીઓ કરવામાં આવેલ હતી.એડિશનલ સેસનસ જજશ્રીએ આરોપીઓને અલગ-અલગ જમીન અરજીઓમાં શરતોને આધીન જામીન પર છોડવા સબબનો હુકમ ફરમાવેલ છે. સદરહું કામમાં આરોપીઓ રાજુભાઇ અને ઇલાબેન વતી યોગ્ય ન્યાયિક રજુઆત કરવા સબબ એડવોકેટ દરજજે રાજેશ એમ.પરમાર, કનકસિંહ ડી. ચૌહાણ, વિરલ એચ રાવલ અને કમલ એન.કવૈયાની નિમણુંક કરવામાં આવેલ.

(3:34 pm IST)