રાજકોટ
News of Saturday, 7th July 2018

પૂ.ધીરગુરૂદેવનો વિલેપાર્લેમાં રવિવારે ૧૪ વર્ષે ચાતુર્માસ પ્રવેશ

અનુત્તરોવવાઇય સૂત્રની વિમોચન વિધિઃજૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી વર્ષ ઉપલક્ષે સમૂહ વરસીતપની ઉજવણી

રાજકોટ તા.૬: શ્રી વિલેપારલે વર્ધમાન સ્થા.જૈન સંઘ, રેલ્વે સ્ટેશન પાસે વલ્લભભાઇ  રોડ ખાતે ૧૪ વર્ષ બાદ ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરૂદેવ એવં સાધ્વીજી પૂ.નયનાજી મ.સ., પૂ.મીનાજી-સુનંદાજી મ.સ.નો ચાતુર્માસ પ્રવેશ સમારોહ તા.૮ને રવિવારે સવારે ૯-૩૧ કલાકે યોજાયેલ છે.

યાદીમાં જણાવ્યા અનુસાર ઉપલેટા નિવાસી ભારતીબેન દિનેશભાઇ બાટવીયા પરિવારના જાશ્મીન નિરવ બાટવીયાના નવનિર્મિત ૧૩ માળના લાભશ્રીવલી બિલ્ડિંગ, બજાજ રોડ ખાતે પૂ.શ્રીના પદાર્પણ પ્રસંગે આર્શ અને ભવ્ય બાટવીયા વેગેરએ સ્વાગત કરેલ. આ પ્રસંગે કલકતા, ઇન્દોર, નડીયાદ, મોરબી, પૂના, રાજકોટ, ભરૂચ, મોરબી,પોરબંદર, ઓમાન, સુદાન વગેરે સંઘના ભાવિકોની હાજરી હતી.

રવિવારે સવારે ૭-૩૦ કલાકેથી નવકારશી થયા બાદ ૯ કલાકે ચતુર્વિધ સંઘ સહિત સ્વગત યાત્રા સ્ટેશન રોડ થઇ શ્રી કડવીબાઇ શામજી વિરાણી ધર્મસ્થાનક પરિસર મધ્યે ડુંગર દરબારમાં જીવદયારત્ન મહેન્દ્રભાઇ સંગોઇની અધ્યક્ષતામાં વૈયવચ્ચ રત્ન કિશોરભાઇ સંઘવીના સ્વાગત પ્રમુખપદે વિરાણી પરિવારના અનિલભાઇ અને ભૂપતભાઇ તેમજ શોભનાબેન વિરાણી, ચંદ્રવદનભાઇ દેસાઇ, શશીકાંતભાઇ બદાણી, રમેશભાઇ ઓમાનવાલા, પ્રફુલભાઇ મોદી, અશ્વીનભાઇ દેસાઇ વગેરેના અતિથિ તરીકે હાજરી આપશે.

સમારોહ મધ્યે આચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે શ્રાવક જીવન ઉપયોગી જૈનાગમ અંતર્ગત અનુત્તરોવવાઇય સૂત્રની અને સુપર ડુપર આત્માની તૃતીયાવૃતિ તેમજ ગીતગુંજનની લોકાર્પણ વિધિ યોજાશે.

આ અવસરે ગચ્છાધિપતિ આચાર્ય પૂ.ભાવચંદ્રજી સ્વામી શિષ્ય પરિવાર, પૂ.હસ્મિતાજી મ.સ.આદિ, પૂ.પુણ્યશીલાજી મ.સ.આદિ ઠાણા બિરાજશે.

સમારોહબાદ ગૌતમ પ્રસાદનો લાભ માતુશ્રી લાભકુંવરબેન હેમતલાલ બાટવીયા પરિવારના રંજનબેન શાંતિલાલ,તરૂલતા વિનોદરાય અને ગીતાબેન જયોતીન્દ્ર બાટવીયાએ લીધેલ છે.

શતાબ્દી વર્ષ ઉપલક્ષે ૫૬૦ વર્ષીતપની આરાધના ભારતભરમાં ચાલે છે પૂ.જશાજીસ્વામી શતાબ્દી વર્ષ ઉપલક્ષે વિરાર, સ્વાધ્યાયસંઘ-ઘાટકોપર,પવઇ તેમજ ધનજીવાડી-મલાડમાં જૈન ધર્મસ્થાનક નિર્માણના આયોજન ચાલી રહેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શકુંતલા મહેતા, વસંતરાય મહેતા, યોગેન લાઠીયા, શાંતિલાલ બાટવીયા તેમજ મંત્રી ચંદુલાલ દોશી, જી સેવન ટીમ, જગદીશ ઝોંસા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

(3:32 pm IST)