રાજકોટ
News of Saturday, 7th July 2018

વોર્ડ નં. ૨ ચોખ્ખો ચણાંક કરાયો : ૧૫૫૦ ઘરોમાં દવા છંટકાવ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 'વન – ડે – વન – વોર્ડ' કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં. ર માં આજ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઘરે – ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરના પોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા. ૧૫૫૦ ઘરોમાં દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ૬૪૨ ઘરોમાં પોરાભક્ષક ગપ્પીમાછલી મુકવામાં આવેલ. આ પોરાનાશક કામગીરી હેઠળ ગીતગુર્જરી - ૧ થી ૪, નેહરૂનગર - ૧ થી ૪ બગીચા પાસે, અમરજીતનગર - ૧ થી ૪, જયગીતસોસા, નરસિંહનગર, સખીયાનગર - ૧ થી ૩, શ્રીજી સોસા. - ૧ થી ર, ૬,  શ્રેયસસોસા. - ૧, ર, રંગ ઉ૫વન સોસા., છોટુનગર, આંગણવાડી, જસાણી પાર્ક, પાર્વતી પાર્ક, શિવાજી પાર્ક - ૧ થી ૮, ઋચિ બંગ્લોઝ, ઇન્કમ ટેક્ષ સોસા., ઘુવનગર - ૧ થી ૩ મે. રોડ, સુભાષનગર - ૧ થી ૩ મે. રોડ ૬, ૭   ચુડાસમાપ્લોટ - ૧ થી ૪, ગીત ગુર્જરી સોસા. - ૫ થી ૪, વિસ્તાર આવરી લેવામાં આવેલ.  પુખ્ત મચ્છરના નાશ માટે આ વિસ્તારમાં ૬૪૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ.

(3:30 pm IST)