રાજકોટ
News of Saturday, 7th July 2018

પૂ. ઇન્દુબાઇ મ.સ.ના છઠ્ઠા સ્મૃતિદિનની ભકિતપૂર્ણ ઉજવણી

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં નાલંદા ઉપાશ્રયે : ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ''ના નાદથી તીર્થધામ ગુંજયું: માનવ મહેરામણ ઉમટયો : કાલે પારણા-બહુમાન યોજાશે

રાજકોટ તા.૭: ગો.સંપ્ર.ના સોૈરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય વિશ્વ વિભૂતિ-વિશ્વ વિખ્યાત બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીના છઠ્ઠી વાર્ષિક સ્મૃતિદિન નિમિતે આજે સવારે તીર્થધામમાં ૬ વાગ્યાથી સાધનાકુટિરમાં જાપ કરવા માનવ મહેરામણ ઉમટી પડેલ.

પૂ. મોટા સ્વામીની સાધનાનો દિવ્ય અહેસાસ કરવા લાંબી કતારો લાગી હતી. આજે સ્મૃતિદિન હોવાથી તેમના પરમભકતો તરફથી ધાર્મિક તેમજ અનેક માવન સેવાના કાર્યો થયાંતીર્થધામમાં પ્રાર્થના-જિનભકિત ત્યારબાદ સામાયિક-જાપ, બપોરે ૧૨:૩૯ કલાકે હજારો માણસો દ્વારા અંજલિ રચાઇ. દિવ્યજાપ-પ્રભાવના-બહુમાન કરાયેલ.

બપોરે ગરીબોને ઓૈષધદાન-અન્નદાન, ભૂખ્યાઓને ભોજન જીવદયા માટે અબોલ જીવોને અભયદાન દેવાયેલ. ત્રણદિવસ થયાં નાલંદા તપ-ત્યાગથી હૈલે ચઢયું છે.

રવિવારે સવારે ભવ્યાતિભવ્ય પારણાં-બહુમાન યોજાશે. આજે સ્મૃતિદિન હોવાથી સાધનાકુટિરમાં જાપનો સમય સવારે ૬ થી રાત્રીના ૯:૩૦ સુધીનો રહેશે. આજે દિવ્યજાપમાં પરમ ગુરૂણીભકતો-સેવકો-આગેવાનો-સંઘો-જૈનસમાજ-મહિલામંડળો-સેવામંડળો-સાહેલીમંડળો-શિશુમંડળ-જૈન-જૈનોત્તરો-અનેક સાધકોએ ૧૨:૩૯ કલાકે દિવ્યજાપનો લાભ લઇ ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ'' ના નાદ ગુંજવ્યા હતા.

આ પ્રસંગે બહારગામથી પણ ઘણા જ મહેમાનો તથા શ્રાવક શ્રાવિકાઓએ પધારી દિવ્યજાપનો લાભ લીધો હતો. આજના દિવસે દરેકને પ્રભાવના તથા અમૃતપ્રસાદ રાખવામાં આવેલ હતો.

આ અવસરે ગુજરાત રત્ન બા.બ્ર.પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત બા.બ્ર.પૂ. શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા, જશ-ઉત્તમ-પ્રાણ- સંઘાણી-અજરામર-શ્રમણ સંપ્રદાયના સાધ્વી ભગવંતોએ પધારી અનુમોદના કરેલ હતી. આ અવસરે ઝળહળતી જિનભકિત ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય હતી.

(3:30 pm IST)