રાજકોટ
News of Saturday, 7th July 2018

મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર જુદા-જુદા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તૈયારીઓ : સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ : મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ, તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સયુંકત ઉપક્રમે તા.૧૫ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનાર જુદા-જુદા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલભાઈ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ કમિટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, હાઉસિંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગર, શિક્ષણ સમિતિના દયાબેન શીલુ, વોર્ડ નં-૪ ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં-૪ના પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, સંજયભાઈ ગૌસ્વામી, મહામંત્રી સિ.ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા, સિટી એન્જીનીયર ચિરાગભાઈ પંડયા, અલ્પનાબેન મિત્રા તેમજ સંબધક વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.  આ કાર્યક્રમના અનુસંધાને જુદી-જુદી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવેલ અને આ માટે અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવેલ.

(3:29 pm IST)