રાજકોટ
News of Saturday, 7th July 2018

કોર્પોરેશનમાં ૩૪ એન્જીનિયર કક્ષાની જગ્યાઓ ભરાશે

સિવિલ, મિકેનિકલ તથા ઇલેકટ્રીકની જગ્યા ભરવા કાર્યવાહી

રાજકોટ તા. ૬ : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં આસીસ્ટન્ડ એન્જીનિયર, વર્ક આસી. સહિતની ૩૪ જગ્યાઓ ભરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનમાં આસી. એન્જીનિયર (સિવિલ) - ૧૦, વર્ક આસી. (સિવિલ) - ૧૭, વર્ક આસી. ઇલેકટ્રીક-૧ તથા વર્ક આસી. મિકેનિકલ - ૬ સહિત કુલ ૩૪ જગ્યા ભરવા તંત્ર દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી રહી છે. આ જગ્યા ત્રણ વર્ષ માટે રૂ. ૪૧,૩૦૦ના ફિકસ પગારથી ભરતી થશે.(૨૧.૩૩)

(3:37 pm IST)