રાજકોટ
News of Monday, 7th June 2021

આજે સાંજે પણ રાજકોટમાં મેઘરાજા વરસશે ?

ગરમી ૪૦-૪૨ ડિગ્રી આસપાસ રહેશેઃ શુક્રવાર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજકોટઃ હવામાન ખાતાએ   આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. અલબત્ત અસહ્ય બફારા વચ્ચે લોકો પરસેવે રેબઝેબ બન્યા છે.  આગામી પાંચ દિવસ સુધી  ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે.

તા.૭ના ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને બોટાદ, તા.૭થી ૮ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવ, તા.૮થી ૯ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર વહેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, તા.૯થી ૧૦ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવ, તા.૧૦થી ૧૧ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવ 

(5:24 pm IST)