રાજકોટ
News of Monday, 7th June 2021

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સેતુ બનવાનું કામ કરીએ : ડો. દીપીકાબેન સરડવા

રાજકોટમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાની મળી ગયેલ બેઠક : નવા હોદેદારોને શુભેચ્છા : કોરોનામાં દિવંગત બનેલાઓને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે સીમાબેન જોશી, મહામંત્રી જીજ્ઞાબેન પટેલ, અસ્મિતાબેન રાખોલીયાની વરણી થયા બાદ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશ ભાજપ મહીલા મોરચાના અધ્યક્ષ ડો. દીપીકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ મહીલા મોરચાના મહામંત્રી વિણાબેન પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જિલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, જિલ્લા પંચાયત અધ્યક્ષ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઇ રામાણી, જિલ્લા ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, જિલ્લા મંત્રીઓ રમાબેન મકવાણા, ભાનુબેન ઠુંમર, બિંદીયાબેન મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, મહીલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સુમિતાબેન આર. ચાવડા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ શીતલબેન કોટડીયા, જસદણ નગરપાલિકા પ્રમુખ અસ્મિતાબેન રૂપારેલીયા, જિલ્લા પંચાયતના ચુંટાયેલા મહીલા સદસ્યો, તાલુકા પંચાયતના ચુંટાયેલા મહીલા સદસ્યોની ઉપસ્થિતિમાં મહિલા મોરચાની શુભેચ્છા બેઠક યોજાઇ હતી. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપીકાબેન સરડવાએ નવનિયુકત મહિલા મોરચાના હોદેદારોને આવકારી શુભેચ્છા પાઠવતા જણાવેલ કે સરકાર અને સંગઠનના સેતુ બનીને ભાજપા પ્રત્યેક કાર્યકરે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહિલાલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચાડી સરકારના સેતુ બનવાનું કામ કરવાનું છે. આ તકે પ્રદેશ મહામંત્રી વીણાબેન પ્રજાપતિએ સંગઠનલક્ષી કાર્યક્રમોની વિગતો વર્ણવી હતી. જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયાએ પણ પોતાના વકતવ્યામાં કોરોના કાળમાં મહિલાઓએ કરેલ કાર્યોને બીરદાવ્યા હતા. મોરચાના અધ્યક્ષ સીમાબેન જોશીએ સૌના સાથ અને સાહકારથી ભાજપે જે જવાબદારી સોંપી છે તે સુપેરે પાર પાડવા ખાત્રી ઉચ્ચારી હતી. બેઠકનું સંચાલન જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી જીજ્ઞાબેન પટેલે અને અંતમાં આભારવિધિ મહામંત્રી અસ્મિતાબેન રાખોલીયાએ કરી હતી. બેઠકની શરૂઆતમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપીકાબેન સરડવા અને તમામ જીલ્લાના હોદેદારોના હસ્તે દીપપ્રાગટય કરાયુ હતુ. બાદમાં રાજકોટ જિલ્લાના પૂર્વ મહિલા અધ્યક્ષ સ્વ. રસીલાબેન સોજીત્રા તેમજ કોરોનામાં અવસાન પામેલ સર્વેને શ્રધ્ધાંજલી અર્પવા બે મીનીટ મૌન પાડવામાં આવ્યુ હતુ. બેઠકની તમામ વ્યવસ્થા અલ્પેશભાઇ અગ્રાવત, જયેશભાઇ પંડયા, વિવેક સાતા, વિવેક વિરડીયા, યશ વાળા, કિશોર ચાવડાએ સંભાળી હતી.

(5:13 pm IST)